લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની મતગણતરી મંગળવાર (૪ જૂન)ના રોજ થવાની છે. જોકે, મતગણતરી પહેલા જ અનેક નેતાઓ અને તેમના સમર્થકોએ તેમની જીત નિશ્ર્ચિત માની લીધી છે. મહારાષ્ટ્રની કલ્યાણ લોક્સભા સીટ પર એનડીએ ગઠબંધનના નેતાઓની પણ આવી જ હાલત છે. શ્રીકાંત શિંદેની જીતના પોસ્ટર અહીં લગાવવામાં આવ્યા છે. લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ કલ્યાણ લોક્સભા ક્ષેત્રમાં શ્રીકાંત શિંદેની જીતના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના એક અધિકારીએ ડોમ્બિવલીમાં શ્રીકાંત શિંદેને તેમની જીત પર અભિનંદન આપતા બેનર લગાવ્યા છે.
લોક્સભા ચૂંટણીના પરિણામોના થોડા કલાકો પહેલા, કલ્યાણ લોક્સભા મતવિસ્તારના ડોમ્બિવલીમાં કોપર બ્રિજ પાસે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર શ્રીકાંત શિંદેની જીતના બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનર એનસીપી અજિત પવાર જૂથના અધિકારી સુરેશ જોશીએ લગાવ્યું છે. આ બેનરમાં શ્રીકાંત શિંદેને ભારે બહુમતીથી સાંસદ પદ પર ચૂંટાવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતની જીતને લઈને કાર્યકરોને વિશ્ર્વાસ છે. કલ્યાણ લોક્સભા મતવિસ્તારમાં, ઉમેદવારો તેમજ કાર્યકરો હવે પરિણામો વિશે ખૂબ જ ઉત્સુક છે. પરિણામ આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે અને શ્રીકાંત શિંદેની જીતના બેનર ઉંચા થઈ ગયા છે. આ બેનર આ સમયે બધાનું યાન ખેંચી રહ્યું છે.
કલ્યાણ લોક્સભા સીટ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. ૨૦૦૯થી આ સીટ પર શિવસેનાના ઉમેદવાર સતત જીતી રહ્યા છે, પરંતુ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા શિવસેના પાર્ટી બે પાર્ટીઓમાં વહેંચાઈ ગઈ. જેના કારણે અહીંના સમીકરણો રસપ્રદ બન્યા છે. ૨૦૧૯માં પણ શ્રીકાંત શિંદે આ બેઠક પરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા, પરંતુ ૨૦૨૪માં શિવસેના સમર્થકોની સહાનુભૂતિ પણ ઉદ્ધવ ઠાકરેની સાથે હતી. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે આ પોસ્ટર શ્રીકાંત શિંદેના સમર્થકોની મહેનતથી પેદા થયેલા આત્મવિશ્ર્વાસનું પરિણામ છે કે પછી તેમનો અતિશય આત્મવિશ્ર્વાસ હતો.