- મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીના આયોજનની અઢળક મશીનરીમાં અમિટ શાહી ખૂબ નાનું પણ મહત્વનું તત્વ.
દાહોદ, કુછ દાગ અચ્છે હોતે હૈ આ સુપ્રસિદ્ધ વાક્ય સાચું કરતો એક ડાઘ એટલે મતદાન કર્યા પછી આંગળી પર લગાવાતો અમિટ શાહીનો ડાઘ. આ ડાઘ મતદારને જાણે શાહી હોવાનો અનુભવ કરાવે. સોશિયલ મીડિયા પર સેલ્ફી મુકવાની તક પ્રદાન કરે છે અને કંઈક સારૂં કામ કર્યુ હોવાનો ગર્વ કરાવે છે.
આજના ટેક્નોલોજીના યુગમાં વ્યક્તિના ઓથેન્ટિકેશન એટલે કે તે વ્યક્તિ અધિકૃત છે કે નહીં એ નક્કી કરવા માટે ઘઝઙ, ઝઘઝઙ, રેટિના સ્કેનર, ફિંગર પ્રિન્ટ, ફેસ સ્કેન જેવા અનેક વિકલ્પો છે. પરંતુ આ આધુનિક જમાનામાં પણ અમિટ શાહીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આપણે જ્યારે નાના હતા ત્યારે લોકોના હાથમાં આવી શાહીનું નિશાન જોતા ત્યારે અનેક પ્રશ્ર્નો ઉદભવતા. આવું નિશાન કેમ કરતા હશે; સાબુથી ધોઈએ તો ડાઘ જતો ના રહે વગેરે વગેરે. ક્યારેક એમ પણ થતું કે આપણે વાપરીએ છીએ તેવી બોલપેનમાંથી જ શાહી કાઢીને આ લોકો આંગળી પર નિશાન કરતા હશે.
ભારતની ચૂંટણીમાં અમિટ શાહીનો ઈતિહાસ
ભારતની ચૂંટણીઓમાં અમિટ શાહીનો ઉપયોગ એક અનોખી પરંપરા છે, તેને લોકશાહીની મજબૂતી અને પારદર્શકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ શાહીની શોધ અને વિકાસ ભારતમાં જ થયો હતો. ભારત સરકારની વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR )ની વિનંતી પર કર્ણાટક સરકારની કંપની મૈસૂર પેઇન્ટ્સ વાર્નિશ લિ.ને તેનું ઉત્પાદન કરવાનું લાઇસન્સ મળ્યું હતું.
આ શાહીનો ઉપયોગ 1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત થયો હતો. આ વખતની લોકસભા ચૂંટણી માટે પણ મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડે, 26.5 લાખ ફાયલ્સ (phials) અમિટ શાહીનું ઉત્પાદન કર્યું છે. દરેક ફાયલમાં 10 મિલીલિટર શાહી હોય છે.