મતદાનની ટકાવારી ૪૮ કલાકમાં જાહેર કરવા સુપ્રિમમાં અરજી,એડીઆરએ પિટિશન કરી

નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોક્સભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના ૪૮ કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે ૧૭ મેનાં રોજ લિસ્ટ કરવામાં આવશે. અદાલતે ચૂંટણી પંચને આદેશ આપતા કહ્યું કે, તમામ મતદાન કેન્દ્રો પર ફોર્મ ૧૭-સી પાર્ટ-૧ની સ્કેન કરવામાં આવેલી કોપી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાકની અંદર વેબસાઈટ પર મૂકવામાં આવે. વકીલ પ્રશાંત ભૂષણ, દ્ગર્ય્ં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી હાજર થઈને, અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.

ગયા અઠવાડિયે,એનજીઓએ તેની ૨૦૧૯ પીઆઇએલમાં વચગાળાની અરજી દાખલ કરી હતી. તેણે મતદાન પછી તરત જ તમામ મતદાન મથકો પર “ફોર્મ ૧૭ ઝ્ર ભાગ-૧ (રેકોર્ડેડ વોટ) ની સ્કેન કરેલી સુવાચ્ય નકલો” અપલોડ કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ માંગ્યો હતો.

એનજીઓએ કહ્યું કે ચૂંટણી પંચને ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી મતોની સંખ્યાનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપવો જોઈએ. ચૂંટણીની અનિયમિતતાઓથી લોક્તાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય તે માટે અરજી દાખલ કરવામાં આવી છે. એડીઆરએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનના ૧૧ દિવસ પછી અને બીજા તબક્કાના મતદાનના ૪ દિવસ પછી આંકડા જાહેર કર્યા હતા.