અમદાવાદ,
ગુજરાતમાં આજે પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું મતદાનમાં પ્રથમવાર મતદાન કરી રહેલા મતદારોમાં અતિ ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો મતદાન મથક ખૂલે તે પહેલા જ ગામડાઓમાં મતદારો પહોંચી ગયા હતા. કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશીન બગડયા હોવાના અહેવાલો મળ્યા હતો જો કે ઇવીએમ મશીન બદલી મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન સરેરાશ ૫૮ ટકા જેટલું મતદાન થયું છે પ્રથમ તબકકામાં ૭૮૮ (૭૧૮ પુરૂષ ઉમેદવાર, ૭૦ મહિલા ઉમેદવાર) ઉમેદવારોના ભાવી મતદારોએ ઇવીએમમાં સીલ કર્યા હતાં. જિલ્લા પ્રમાણે સૌથી વધુ તાપીમાં મતદાન નોંધાયું. તાપી જિલ્લામાં ૬૪.૩ ટકા, નર્મદા જિલ્લામાં ૬૩.૯ ટકા મતદાન, ડાંગ જિલ્લામાં ૫૮.૫ ટકા, વલસાડ જિલ્લામાં ૫૩.૫ ટકા મતદાન, નવસારી જિલ્લામાં ૫૫.૧ ટકા, મોરબીમાં ૫૩.૭ ટકા મતદાન નોંધાયુ છે. બેઠક પ્રમાણે સૌથી વધુ નિઝરમાં ૬૬.૪ ટકા મતદાન, ડેડિયાપાડામાં ૬૬.૩ ટકા, કપરાડામાં ૬૪.૪ ટકા મતદાન, નાંદોદમાં ૬૧.૬ ટકા, વ્યારામાં ૬૧.૫ ટકા મતદાન, મહુવા ૫૯.૮, ડાંગમાં ૫૮.૫, વાંસદામાં ૬૦.૪ ટકા મતદાન નોંધાયુ છે.
રાજકારણના મહારથીઓ પણ સવારે વોટ કરવા નીકળી પડ્યા હતાં ભાજપાના સ્ટાર ઉમેદવાર રીવાબા જાડેજાએ વહેલી સવારે મતદાન કર્યુ. જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબે જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યુ છે.જોકે, રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ હતી. રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા પહોંચ્યા હતા. ભાજપની સાતમી વખત ગુજરાતમાં સરકાર બનવાનો વિજય રૂપાણીએ વિશ્ર્વસ વ્યક્ત કર્યો હતો. તેઓએ રાજકોટની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યુ હતું. જામનગરમાં ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી માતાજીના દર્શન કરી મતદાન કરવા માટે નીકળ્યા હતા. ઝઘડિયાના ધારાસભ્ય અને વિધાનસભાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ મતદાન કર્યું હતું . છોટુ વસાવાના વતન ધારોલીના મતદાન મથક ખાતે મતદાન મથકમાં તેઓએ મતદાન કર્યું. તો ઝઘડિયા વિધાનસભાના ભાજપાના ઉમેદવાર રીતેશ વસાવાએ પણ વતન વલી ગામના મતદાન મથક ખાતે મતદાન કર્યું.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હંમેશાથી કંઈક અવનવુ કરતા રહે છે. જેને કારણે તેઓ લોકોના દિલ જીતી લે છે અને સતત લોકોમાં ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની મતદાન બૂથ પર અનોખી એન્ટ્રીથી તેઓ વાયરલ થયા હતા.ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધી વોટિંગ કરવા પહોંચ્યા હતા, જેનાથી રસ્તા પર સૌનુ યાન ખેંચાયુ હતું. સાથે જ તેમણે ગેસના બોટલ પર લખાણ લખ્યુ હતું કે, ૨૦૧૪ માં ગેસના બોટલના ભાવ ૪૩૦ રૂપિયા હતા અને હવે ૧૧૨૦ રૂપિયા છે. ગેસના સિલિન્ડર સાથે તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.
પરેશ ધાનાણીની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ગેસના સિલિન્ડર સાથે મતદાન મથકે જોવા મળ્યા હતા. તેઓ સાઈકલ પર ગેસનો બોટલ લઈને નીકળ્યા હતા. જેમાં તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટ પશ્ર્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોશી મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. આ કારણે આપના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પોતાના માદરે વતન ટીંબી ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. ગઢડા વિધાનસભાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ તેમનુ મૂળ વતન છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ શિવજીની પૂજા કરી હતી.મતદાન કર્યું હતું અને મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
નવસારીના ભાજપના ઉમેદવાર પિયુષ ભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, ઝરી ગામમાં વહેલી સવારે તેમના પર હુમલો થયો હતો. તેમના ૪-૫ વાહનોને પણ નુક્સાન થયું છે. આ અંગે નવસારી એસપીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક ઈવીએમ ખોટકાયા હતાં અહીં ૪ જેટલા બેલેટ યુનિટ બદલવા પડ્યા છે. ૧૬ જેટલા કંટ્રોલ યુનિટ અને ભાવનગરમાં ૨૮ વીવીપેટ મશીનો બદલવા પડ્યા છે. વરાછા વિસ્તારનો એક વીડિયો સામે આવી રહ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીની વેબસાઈટ પર એક વીડિયોન ટેગ કરવામાં આવ્યો છે, જેમાં બોગસ મતથાન થતું હોવાનું લખાયું છે. ખેરગામ તાલુકાના નાંધઈ ગામે પ્રિસાઈડીંગ ઓફિસ અને કોંગ્રેસ પોલીંગ એજન્ટ વચ્ચે માથાકુટ થઈ. કોંગ્રેસના પોલીંગ એજન્ટને ધક્કા મારીને બહાર કઢાયા. પોલીસની હાજરીમાં જ માથાકુટ થઈ સોમનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામ-સામે આવી જતાં વિવાદ ઉભો થયો. ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ થતાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા ચહેરા પર સ્મિત આપી દૂર ભાગ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધોરાજીમાં મતદારો દ્વારા અનોખો વિરોધ કરાયો. જમાલીપાના મતદારો ખાલી તેલની બરણી અને ગેસના બાટલા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.પ્રથમ તબક્કા માટે ૨૫ હજાર ૪૩૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતાં અને કુલ ૩૪,૩૨૪ ઈવીએમ અને ૩૮,૭૪૯ વીવીપીએટી મશીનોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ ૧ લાખ ૬ હજાર ૯૬૩ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતાં જયારે મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે ઉભો રહ્યો હતો.જામજોધપુર ધ્રાફા ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો. મહિલાઓ માટે અલગ મતદાન બૂથ ન રખાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન મથક ફાળવાતું હતું, આ વખતે મહિલાઓ માટે અલગ મતદાન મથક ન ફાળવાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા. રસ્તા અને પુલ મુદ્દે મોટીદબાસ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર.
નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ પાયાની સુવિધાઓને લઈને ચૂંટણનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા થી. આ ગામમાં કુલ ૧૦૦૦ જેટલા મતદારો છે.માંડવી બેઠકમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાની ઉકાઈ જૂથના સિંગ્લખાંચ અને પથરડા ગામમાં ચૂંટણી બહિષ્કારને પગલે અત્યાર સુધી એક પણ મતદારે મતદાન કર્યુ નથી.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારથી અત્યાર સુધી એક પણ મતદાર મતદાન મથક પર આવ્યા નથી. વિગતો મુજબ પ્રાથમિક સુવિદ્યાના અભાવે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.