મહિસાગર,સમગ્ર મહીસાગર જીલ્લા વિસ્તારમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાનો સમયગાળો એટલે કે, તા.05/05/2024 ના સાંજના 06:00 કલાકે થી તા.07/05/2024 ના સાંજના 06:00 કલાક સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.04/06/2024નો દિવસ(આખો દિવસ) આ દિવસોએ દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા/ વહેંચવા પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ ઉપરાંત જે હોટલો, રેસ્ટોરન્ટ કે કલ્બો વિગેરે કે જેને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા / વહેંચવા / પીરસવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.