દાહોદ, લોકશાહીનો અવસર એટલે ચૂંટણી. Matdan Selfie Point સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું, એ આપણા સૌની નૈતિક ફરજની સાથે એક લ્હાવો પણ છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત થઇ ચૂકી છે. જે અન્વયે આગામી તા. 7 મે, 2024ના રોજ થનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં દાહોદ જીલ્લામાં મહત્તમ મતદારો સહભાગી થાય તેવી આશય સાથે દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર સક્રિય પ્રયાસો દ્વારા મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે.
દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા કેળવાઈ તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
તા.07 મેના રોજ અચૂક મતદાન કરે તથા મતદાનથી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન કરીશ નો મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.
‘હું મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ લગાવી લોકશાહીના અવસરની ઉજવણીમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. દાહોદ ખાતે મોટી સંખ્યામાં લોકો હું મતદાન કરીશના સેલ્ફી પોઈન્ટની મુલાકાત લઇ રહ્યા છે જેમાં જાગૃત નાગરીકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.
Matdan Selfie Point: મતદાન જાગૃતિ સેલ્ફી પોઈન્ટ
દસ મિનિટ, દેશ માટે’ની નેમ સાથે દાહોદ જીલ્લાના મત વિસ્તારમાં જન-જન સુધી મતદાનનો સંદેશો પહોચડવા દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. તેમજ સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ સેલ્ફી પોઈન્ટ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.ચૂંટણીમાં દરેક નાગરિકનો મત કીંમતી છે.ત્યારે “આવ્યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં.” ના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી 7મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો જીલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ છે.
You May Also Be Interested in Other Topics – | |
1. | હવામાન આગાહી વરસાદની |
2. | Gujarat Na Rajyapal |
3. | Mahisagar Jilla Na Samachar |