મતદાન જાગૃતિ માટે ૧૧ ગામો વચ્ચે સ્પર્ધા, સૌથી વધુ મતદાન થનારા ગામને ૨૫ લાખ મળશે

પાલનપુર, લોક્સભાની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન થાય તે માટે સરકારથી લઈને નેતાઓ સુધી બધા જ અવનવા પ્રયોગ કરે છે, સરકારની આ પહેલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ જોડાયા છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે શંકર ચૌધરીએ બનાસકાંઠાના ૧૧ ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે.

બનાસકાંઠાના ગામોમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અયક્ષે ઈનામની જાહેરાત કરી છે. થરાદના ૧૧ ગામો વચ્ચે મતદાન હરિફાઈ કરવા સાથે શંકર ચૌધરીએ વધુ મતદાન કરવા અપીલ કરી છે.

સૌથી વધુ મતદાનમાં એકથી સાત નંબરે આવનાર ગામને ઈનામ આપવામાં આવશે. મતદાનમાં પ્રથમ ક્રમે આવનાર ગામને ૨૫ લાખ રૂપિયા છે. જ્યારે બીજા ક્રમે આવનારને ૨૦ લાખ રૂપિયા ઈનામ અપાશે. ઈનામની રકમ ગામના સામુહિક વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવશે. લાખાણીના ગેળામાં સભાને સોબંધન કરતા શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે.