
ગોધરા,
વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022ને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અવસરના ઉમંગે અને લોકશાહીના રંગે મતદાન જાગૃતિ માટે જિલ્લાના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. જિલ્લાના વિવિધ રસ્તાઓ પર મતદાન જાગૃતિ માટે “વોટ” આધારિત પેઇન્ટિંગ કરાયા છે. જેમાં તૃપ્તિ હોટલ ચોકડી રોડ પર, ટોલનાકું વાવડી રોડ પર, ખોડિયાર મંદિર છબનપુર ચોકડી રોડ પર, દાહોદ રોડ-પરવડી ચોકડી રોડ સહિત કલેકટર કચેરી સ્થિત રોડ પર પેઇન્ટિંગ કરીને મતદાન જાગૃતિ માટે પહેલ કરવામાં આવી છે.