
ખેડા,તા.10/1ર/2023ના રોજ માતર તાલુકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયેલ, જેમાં માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમારએ તેમજ કલેકટર કે.એલ.બચાણીએ હાજરી આપેલ હતી.
જેમાં માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમારએ તેમજ કલેકટર કે.એલ. બચાણીએ તેઓના વરદ હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં માતર ખાતે પલ્સ પોલીયો નાબૂદી અભિયાન દરમ્યાન 0 થી પ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવીને પોલીયો કાર્યક્રમનું ઉદધાટન કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માતર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલ તથા માતર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.રીતેષ બેન્કર હાજર રહ્યાં હતાં.