જુનાગઢ,
માળીયાહાટીના વીરડી ગામ અને માતરવાણીયા ગામ વચ્ચે વોંકળા નદી ખાતેથી છ માસ ૧૯ દિવસની દિકરી પ્રિસાની મૃત હાલતમાં લાશ મળી આવી છે જેની સઘન પુછપરછ માળીયા પીએસઆઇ બી.કે.ચાવડા, સ્ટાફ ચલાવી રહ્યો છે. જેમાં ડોગ સ્કવોર્ડ, એફએસએલ, વન વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે. માસુમ પ્રિસા કારડીયા જ્ઞાતિની હોવાનું બહાર આવી રહ્યું છે.
મળતી વિગત મુજબ છેલ્લા દોઢેક વર્ષથી વીરડી ગામે ખેતીની જમીન ખરીદ કરી કારડીયા હીરેન નાથાભાઇ ડોડીયા તેના પત્ની અને નાની દિકરી પ્રિયાસ ૬ માસ ૧૯ દિવસ સાથે રહેતા હતા. ઘર કંકાસના કારણે ગઇકાલે પોતાને લઇ તેમની માતા વિરડી ગામ અને માતરવાણીયા ગામ વચ્ચે આવેલ નદીએ હું કપડા ધોવા જાઉ છું તેમ કહી પ્રિસાને સાથે લઇ કપડા ધોવા ગયેલ જયાં પ્રીસાને નદીમાં ફેંકી દીધી હતી. બાદ પ્રિસાને કોઇ ઉઠાવી ગયું છે. તેવું જણાવેલ જેની વન વિભાગ ફોરેસ્ટ દ્વારા જંગલી જાનવરો ઉપાડી ગયા હોય તેવી તપાસ હાથ ધરી હતી.
માળીયા પીએસઆઇ બી.કે.ચાવડા તેમજ એએસઆઇ બલદાણીયા, પોકો મુકેશ ડાભી, વી.બી.ડોબરીયા, અરૂણ મહેતા, જયદીપ ડોડીયા રાજેન્દ્રસિંહ પરમાર સહિતનાએ જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી પ્રિયાસની માતાની સઘન પુછપરછ કરતા અંદાજીત ર૦ જેટલા નિવેદનો ફેરવ્યા હતા જેથી પોલીસને શંકા દ્રઢ થતા અંતે પ્રિસાની માતા ભાંગી પડી હતી અને પોતે જ ઘરકંકાસના કારણે પ્રિસાને નદીમાં ફેંકે દીધાનું કબુલ્યુ છે આ લખાય છે ત્યારે હજુ ફરીયાદ દાખલ થવા પામી નથી.
માતાનું નામ કોઇ ગીતા કહે છે કે કોઇ રમીલા કહે છે. હીરેન ડોડીયા વીરડી ગામે નદી કાંઠે વાડી વિસ્તારમાં રહે છે ગામના લોકો સાથે કોઇ સંબંધો ન રહેતા હોય તેમજ વાડી વિસ્તારમાં રહેતા હોય જેથી હીરેનભાઇ નાથાભાઇ ડોડીયા સાથે ગ્રામ્યજનો બહુ જ પરિચયમાં ન હોવાનું ગામ લોકોનું કહેવું છે. ઘરકંકાસનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. માળીયા પીએસઆઇ બી.કે.ચાવડા તેમનો ફોન વારંવાર કટ કરી દેતા વધુ વિગતો જાણી શકાય નથી આ લખાય છે ત્યારે હજુ ફરીયાદ નોંધાઇ નથી.