માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના: જામનગર જિલ્લામાં બાળકની ક્રૂર હત્યા કરાઇ

જામનગર જિલ્લામાં બાળકની હત્યા કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં પસાયા બેરાજાની સીમમાં ૧૨વર્ષના બાળકની હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી છે.આદિવાસી બાળકની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. તેમજ આદિવાસી બાળકની હત્યા કયા કારણથી કરવામાં આવી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ગુજરાત રાજ્યની સાથે સાથે દેશમાં ક્રૂર હત્યાઓના વધતા જતા સીલસીલામાં પૂર્વ દિલ્હીમાં ગુમ થયેલા ૩ વર્ષના એક છોકરાના મૃતદેહના કટકા છેક મિરત પાસે મળતા સનસનાટી સર્જાઇ હતી. ૩ વર્ષનો એક બાળક પૂર્વ દિલ્હીમાં તેના ઘરેથી એક સપ્તાહ પહેલા ગુમ થયો હતો અને પોલીસે વ્યાપક શોધખોળ કરી હતી. પરંતુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આ બાળક અંગે કોઇ ભાળ મળી ન હતી. અંતે તેના મૃતદેહના ટુકડાઓ મિરત પાસે એક ખેતરમાં મળી આવ્યા હતા.

બાળકની ક્રૂર રીતે કટકા કરીને હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહના ટુકડાઓને અલગ અલગ સ્થળોએ ફેંકવામાં આવ્યા હતા. જેમાં કેટલાક જંગલી જનાવરોએ ખાવાનો પ્રયત્ન કરતા વિકૃત બની ગયા હતા. પોલીસે આ ઘટનામાં ૧૮ વર્ષના છોકરાની અપહરણ અને હત્યાના સંભવિત પ્રયાસોમાં ધરપકડ કરી છે. આ બાળક પૂર્વ દિલ્હીની ઝુંપડપટ્ટીમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો અને ૩૦ નવેમ્બરે તે ગુમ થયો હતો.