ગ્વાલિયર,મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કરુણ ઘટના સામે આવી છે. ઘર બંધ કરીને પતિ-પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, આ વાતથી એકદમ અજાણ દોઢ વર્ષનું માસૂમ બાળક માતા-પિતાના મૃતદેહ પાસે ત્રણ દિવસ પડી રહ્યું. આખરે તે બેભાન થઈને ઢળી પડ્યું.પડોશી યુવકને દુર્ગંધ આવતા ઘરમાં જોયું તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ.
પડોશી યુવકે તાત્કાલીક આ બાબતે પોલીસને જાણ કરી. પોલીસે આવીને મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. બાળકને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો, જે હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
પડોશીઓ પ્રમાણે ઈદના દિવસે સોનુનો પોતાની માતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો, જે પછી માતા પોતાના પૌત્ર-પૌત્રીને લઈને તેની દીકરીના ઘરે જતા રહ્યા હતા. ઘરમાં સોનુ અને તેની પત્ની સાથે દોઢ વર્ષનો બાળક ઝાહિદ જ રહ્યો હતો. ત્યાર બાદથી તે લોકો ગાયબ થઈ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે પતિ-પત્નીના મૃતદેહ લટક્તી હાલતમાં મળ્યા છે. મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખ્યાલ આવશે. બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે, જેની હાલત હાલ સ્થિર છે.