સિંગાપોર, હોંગકોંગ બાદ હવે નેપાળે જે રીતે કેટલીક ભારતીય કંપનીઓના મસાલાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે તે ચિંતાજનક છે. કારણ કે આ દરમ્યાન ન્યૂઝીલેન્ડ, અમેરિકા વગેરેએ પણ કહ્યું કે તેઓ ભારતથી આયાત થનારા મસાલાઓની ગુણવત્તાની તપાસ કરશે. એ ઠીક છે કે એક પછી એક દેશો દ્વારા ભારતીય મસાલાની ગુણવત્તા પર સવાલ ઉઠવાને કારણે સરકારે એમ કહ્યું કે તેઓ નવા માપદંડ તૈયાર કરવાની સાથે જ એ પણ જોશે કે ભારતીય મસાલા કંપનીઓ વિરુદ્ઘ વિભિન્ન દેશો જે પગલાં ભરી રહ્યા છે, તેની પાછળ ક્યાંય કોઈ ષડયંત્ર તો નથી ને, પરંતુ સારું થાત કે સરકાર ત્યારે જ ચેતી જતી જ્યારે સિંગાપોર અને હોંગકોંગે એમડીએચ અને એવરેસ્ટ કંપનીઓના મસાલામાં હાનિકારક પદાર્થ મળવાની ફરિયાદ કરતાં તેની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે ભારત મસાલાનું સૌથી મોટું નિકાસકાર છે અને તેમની નિકાસથી દેશને સારી એવી વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે, તેથી ભારતીય મસાલા બોર્ડની સાથે સાથે સરકારે સમય રહેતાં સજાગતા દેખાડવી જોઇતી હતી. મસાલાની ગુણવત્તાને લઈને પહેલાં પણ સવાલ ઊઠી રહ્યા છે. કેટલીય વાર જોવા મળ્યું છે કે દેશમાં વેચાતી વિભિન્ન કંપનીઓના મસાલાની ગુણવત્તા યોગ્ય નથી હોતી. તેમાં અખાદ્ય વસ્તુઓ સુદ્ઘાં ભેળવવામાં આવે છે.
વાત માત્ર મસાલાની નથી. અન્ય અનેક ખાદ્ય અને પેય પદાર્થોની સાથે સાથે દવાઓની ગુણવત્તાની પણ છે. એ કોઈથી છૂપું નથી કે ઈ રીતે કેટલાક દેશોએ ભારતથી આયાત થનારી ખાંસીની દવાને ઝેરી ગણાવતાં તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ત્યારબાદ ભારત સરકારે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું હતું. પ્રશ્ર્ન એ છે કે આખરે ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા પર બીજા દેશોમાં સવાલ ઉઠ્યા બાદ જ સરકાર અને તેની એજન્સીઓ કેમ ચેતે છે? ભારતમાં ખાદ્ય અને પેય પદાર્થોની સાથે દવાઓની ગુણવત્તા સાથે સમજૂતી થઈ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે જેના પર એ નક્કી કરવાની જવાબદારી છે કે માપદંડો સાથે કોઈ સમજૂતી ન થવા પામે, તેઓ લાપરવાહી જ રાખતા હોય છે. એ કહેવામાં સંકોચ નહીં કે તેનું કારણ સંબંધિત અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે. આ નિરાશાજનક છે કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ