
શિમલા, હિમાચલના મુખ્યમંત્રી સુખુને હવે રાજીનામું આપવું પડી શકે છે.ધારાસભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ સુખુનું રાજીનામું માંગ્યું છે. હવે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી માટે નવા નેતાની પસંદગી કરવામાં આવશે. પાર્ટી તરફથી ડીકે શિવકુમાર અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા નિરીક્ષક તરીકે શિમલામાં હાજર છે.કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.
મુખ્યમંત્રી પદની રેસમાં પ્રતિભા સિંહ અને મુકેશ અગ્નિહોત્રીના નામ સૌથી આગળ છે. પ્રતિભા સિંહ ગુડે ૨૦ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. આ દરમિયાન સીએમ સુખુએ કહ્યું કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી. હું એક યોદ્ધા છું અને કેવી રીતે લડવું તે જાણું છું. મારા રાજીનામાને લઈને આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ તેમના રાજીનામાના સમાચારને અફવા ગણાવી છે. તેમણે કહ્યું, મેં રાજીનામું આપ્યું નથી. મારા રાજીનામાના સમાચાર અફવા છે. અમારી સરકાર સ્થિર છે અને સંપૂર્ણ પાંચ વર્ષ સુધી ચાલશે.,
દરમિયાન હિમાચલમાં વિપક્ષના નેતા જય રામ ઠાકુરે કહ્યું કે મંગળવારે રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ સરકાર લઘુમતીમાં છે અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના રાજીનામાની માંગ કરી છે. રાજ્યની વિધાનસભાની ૬૮ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ૪૦ અને ભાજપ પાસે ૨૫ બેઠકો છે. બાકીની ત્રણ બેઠકો અપક્ષો પાસે છે.
દરમિયાન, હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ બુધવારે વિપક્ષના નેતા જય રામ ઠાકુર સહિત ભારતીય જનતા પાર્ટીના ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા અને પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. મંગળવારે પઠાનિયાની ઓફિસની બહાર માર્શલો સાથે દુરાચાર કરવા અને ગૃહમાં અરાજક્તા ફેલાવવા બદલ ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઠાકુર ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં વિપિન પરમાર, વિનોદ કુમાર, હંસ રાજ, જનક રાજ, બલબીર વર્મા, ત્રિલોક જામવાલ, દીપ રાજ, સુરેન્દ્ર શૌરી, પુરણ ઠાકુર, ઈન્દર સિંહ ગાંધી, દિલીપ ઠાકુર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર અને રણવીર સિંહનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તીવ્ર બનેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પહાડી રાજ્યમાં વિખરાયેલી લાગે છે અને તેના માટે તે પોતે જ જવાબદાર છે. અહીં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે જેઓ પોતાની પાર્ટી પર કાબૂ નથી રાખી શક્તા તેઓ બીજા પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું, હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ તેમની પોતાની સરકારમાં વિશ્વાસ ગુમાવ્યો છે. કારણો છે… ખોટા વચનો, ખોટી ગેરંટી, પરસ્પર અવિશ્વાસ, શબ્દો અને કાર્યોમાં તફાવત, નબળા અને નબળા નેતૃત્વ અને જનતાની વચ્ચે જવાની શરમ. હિમાચલમાં કોંગ્રેસ વેરવિખેર, તૂટેલી લાગે છે અને આ માટે તે પોતે જ જવાબદાર છે.
બીજીબાજ ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવનની મુલાકાતે આવ્યું હતું અને રાજ્યપાલને મળ્યું હતું. તેમણે રાજ્યપાલને બજેટ પસાર કરવાની સંપૂર્ણ સ્થિતિ જણાવી અને વિભાજનના મતની માંગણી કરી. ફરિયાદ મળ્યા બાદ રાજ્યપાલે સ્પીકરને બોલાવ્યા હતા.જયારે વીરભદ્ર સિંહના પુત્ર અને હિમાચલ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું છે. તેઓ કહે છે, અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે… હું આજે એટલું જ કહેવા માંગીશ કે વર્તમાન સમયે આ સરકારમાં ચાલુ રહેવું મારા માટે યોગ્ય નથી. મેં નિર્ણય કર્યો છે કે હું કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ધની રામ શાંડિલે કહ્યું કે આપણે બધાએ લોકશાહીની રક્ષા માટે કામ કરવું જોઈએ. પક્ષમાં હોય કે વિરોધમાં, આવા સમયે આપણે આપણી શિસ્ત બતાવવી જોઈએ.
કુલ ૬૮ સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો છે અને ભાજપના ૨૫,બે અપક્ષ સહિત ત્રણ અન્ય ધારાસભ્ય છે જે રાજયસભા ચુંટણી માટે મતદાન પહેલા કોંગ્રેસ સરકારને સમર્થન કરી રહ્યાં હતાં રાજયસભા ચુંટણી બાદ બદલાયેલી પરિસ્થિતિઓમાં વિક્રમાદિત્ય સહિત કોંગ્રેસના સાત ધારાસભ્યોએ બળવો કર્યો છે ત્રણ અન્ય પણ સરકારનો સાથ છોડી ચુકયા છે.જે ભાજપમાં આવી ગયા છે.આવામાં સુખુ સરકારની પાસે હાલ ૩૩ ધારાસભ્યોનો ટેકો છે જે બહુમતિ માટે જરૂરી ૩૫ ધારાસભ્યોના જાદુઇ આંકડાથી બે ઓછા છે.બીજી તરફ સાત બળવાખોર,ત્રણ અન્ય અને ભાજપના ૨૫ ધારાસભ્યોને મિલાવવામાં આવે તો ૩૫ ધારાસભ્ય સરકારની વિરુદ્ધ છે. ભાજપના ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ગૃહની અંદર ૫૩ સંખ્યા થાય અને જરૂરી આંકડો ૨૭ જોઇએ નવા નંબર અનુસાર સુખુ સરકારની પાસે ૩૩ ધારાસભ્યોનું સમર્થન છે જે બહુમતિ મોટે જરૂરી ૨૭થી ૬ વધુ છે. જોકે યાન આપવાની વાત એ છે કે આ રાહત કામચલાઉ છે.જયરામ ઠાકુરે એવો દાવો કર્યો છે કે કોંગ્રેસના છ સાત નહીં અનેક ધારાસભ્ય અમારા સંપર્કમાં છે અને સુખુ સરકાર લધુમતિમાં છે.