“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” ના દાવા પોકળ સાબિત થયા : પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો બંધ હાલતમા

મોરવા(હ),
પંચમહાલ જીલ્લાના મોરવા(હ)ના સંતરોડ સ્થિત કોમ્યુનીટી કોવિડ સેન્ટરની મુલાકાત મંત્રી દ્વારા લેવામાં આવી હતી. મંત્રીએ કોવિડ સેન્ટરની મુલાકાત બાદ કોવિડ સેન્ટરને તાળું મારી દેવામાં આવ્યું છે. એક પરિવાર દ્વારા આરોપ લગાવ્યો છે કે, એમણે કોવિડ સેન્ટરમાં સારવાર ન લીધી હોવા છતાં તેમનું નામ રજીસ્ટરમાં દાખલ કરવામાં આવ્યું છે. અને મંત્રીની મુલાકાત લીધીને સમયે નેગેટીવ હોવા છતાં તેમને સેન્ટરમાં રહેવા કહેવામાં આવ્યું હતું. તેવા આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ મુદ્દે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.

પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બીજી કોરોના લહેરમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોમ્યુનીટી કોવિડ સેન્ટર બનાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેના ભાગરૂપે મોરવા(હ)ના સંતરોડ ખાતે આવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આવ્યું છે. પાંચ બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરમાં મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ સેન્ટરમાં સ્ટાફ અને દવાઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રવિવારના રોજ મોરવા(હ)ના સંતરોડ ખાતેના કોવિડ કોમ્યુનીટી કેર સેન્ટરની ગુજરાત રાજ્યના પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે મુલાકાત લીધી હતી અને કોવિડ કોમ્યુનીટી કોવિડ સેન્ટરોની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. ગામડાઓમાં સંક્રમણ ન વધે અને ગામડાઓના દર્દીઓ હોસ્પિટલમાં જવું ન પડે તેવા ઉદ્દેશ સાથે સંતરોડ ખાતે કોવિડ કોમ્યુનીટી કેર સેન્ટશ શ‚ કરવામાં આવ્યું. રવિવારના રોજ રાજ્યમંત્રી મંત્રીની મુલાકાત સમયે કોવિડ સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. ગામમાં સંક્રમણ ફેલાયું છે. તે માટે ગામોમાં સર્વે થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસની દવા સેન્ટરમાં મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેનું નિરીક્ષણ મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વાર કરવામાં આવ્યું હતું. મંત્રીની મુલાકાત બાદ થોડા કલાકોમાં કોવિડ સેન્ટરને તાળું મારી દેવામાં આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. સંતરોડ કોવિડ કોમ્યુનીટી કેર સેન્ટરમાં મંત્રીની મુલાકાત દરમ્યાન દર્દી ન હોય ત્યારે મંત્રીને બતાવવા માટે કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને કોવિડ સેન્ટરના રજીસ્ટરમાં કોરોના સારવાર લીધી હોવાની નોંધ કરવામાં આવી છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરવા(હ)ના સંતરોડ ગામે કોવિડ સેન્ટરમાં દર્દી તરીકે ખોટું નામ દર્શાવવાના મુદ્દે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

કોરોના નેગેટિવ દર્દીને દાખલ કરવામાં આવ્યાં?

કોમ્યુનિટી કેર સેન્ટરમાં કોઈ દરદી ન હોવાના કારણે અધિકારીઓએ એક મહિલા દરદીને દાખલ કરી હતી.વિશાખા જોષી નામની મહિલા દરદીએ સોમવારે એક વીડિયોમાં દાવો કર્યો હતો કે તેઓ કોરોના નેગેટિવ હોવા છતાં તેમણે સેન્ટરમાં સારવાર લીધી છે તેવી નોંધ રજિસ્ટરમાં કરવામાં આવી છે.વિશાખા જોષીના પતિએ જણાવ્યું કે, ત્રણ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ મારા પત્નીનો પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ટેસ્ટ કરાવ્યા બાદ અમને કહેવામાં આવ્યું કે સંતરોડ સ્થિત કોમ્યુનિટી કેર સેન્ટરની મંત્રી મુલાકાત લઈ રહ્યા છે અને તમારે માત્ર ત્યાં મોઢું બતાવવાનું છે. અમને કહેવામાં આવ્યું કે અમારી ઉપર બહુ દબાણ છે. અમે ત્યાં ગયા અને પાછા આવી ગયા પરતું કોમ્યુનિટી કેર સેન્ટરમાં જે રજિસ્ટર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મારી પત્નીએ બે દિવસ સુધી ત્યાં સારવાર લીધી છે.

ઘોઘંબા,
પંચમહાલ જીલ્લાની મુલાકાત માટે આવેલ પ્રભારી મંત્રી દ્વારા જીલ્લાવહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કામગીરીને બિરદાવી હતી. જ્યારે સ્થળ ઉપર આવા તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
ઘોઘંબાા તાલુકાના રીંછવાણી આરોગ્ય કેન્દ્રમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે કીટ નથી. તેમાં પણ પાંચ દિવસ બાદ જરૂરીયાત કરતા ઓછી રેપીડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ દ્વારા સારવાર કરાઈ રહીછે. આરોગ્ય કેન્દ્ર નજીકમાં કોવિડ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે એકપણ ન દર્દી હોવાનું નજરે પડયું છે. આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ ઓકસીમીટરની તપાસ કરતાં તેમાં સ્પષ્ટ આંકડાઓ જોવા મળ્યા ન હતા.

સીમલીયા ગામના સીએચસી કેન્દ્રમાં તબીબની રૂમ છોડીને તમામ ઈમારતને મરામતની જરૂરીયાત છે. રાણીપુરા દામાવાવ ખાતે હેલ્થ એન્ડ વેલકેર સેન્ટર ને તાળું મારેલ હાલતમાં જોવા મળ્યું. ઘોઘબા તાલુકામાં મોટાભાગના આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના ટેસ્ટીંગ કીટના અભાવે કોરોના ટેસ્ટ માટે આવતાં દર્દીઓને વીલા મોઢે પરત આવવંું પડે છે.