
ગોધરા, “મારી માટી મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ગોધરાનાં યુવાન વ્રજ સ્વીકાર શાહ એ ગોધરાની માટી દિલ્હી ખાતે પહોંચાડી ગોધરા અને સમગ્ર પંચમહાલ જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું.
માટીને નમન, વીરોને વંદન કરવા માટેનો કાર્યક્રમ એટલે મારી માટી, મારો દેશ તારીખ 30 અને 31 ઓકટોબર 2023 નાં રોજ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમાપન કાર્યક્રમનું આયોજન કર્તવ્ય પથ ખાતે થયું. જેમાં ભારત ભરમાંથી અલગ અલગ ગામોમાં થી માટી લઈને પ્રતિનિધિઓ દિલ્હી ભેગા થયા હતા. આ વિવિધ ગામોની માટીનું અમૃત વાટિકા દિલ્હી ખાતે બનશે. ત્યારે અમૃત વાટિકામાં લઘુ ભારતના દર્શન થશે અને દેશ માટેના પોતાનો જીવ ન્યોછાવર કરનાર શહીદોને સાચું વંદન કરવાનો અવસર પ્રાપ્ત થશે. ત્યારે વ્રજ સ્વીકાર શાહએ ગોધરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ગોધરાની માટી દિલ્હી ખાતે પહોંચાડી અને પંચમહાલ અને સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું અને ગોધરાનું ગૌરવ વધાર્યું છે.