મારી માટી, મારો દેશ અભિયાન હેઠળ પંચમહાલ જીલ્લામાં ભવ્ય ઉજવણી કરાઈ

  • જીલ્લામાં કુલ 71,504 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી,44,025 સ્વદેશી રોપાઓનું વાવેતર કરાયું તથા 32,084 સેલ્ફીઓ અપલોડ કરાઈ.
  • જીલ્લામાં વીર વંદના હેઠળ 810 વીરો-પરિવારોને સન્માનિત કરાયા, કુલ 536 શીલા ફલકમની સ્થાપના સહિત 71,454 નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા.

ગોધરા,આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ’મારી માટી, મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. 9 થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન પંચમહાલ જીલ્લાના 525 ગ્રામ પંચાયતો અને 131 ગામો મળી કુલ 656 ગામોમાં કાર્યક્રમ યોજાયા છે. તા.16 ઓગસ્ટથી વિવિધ મહાનુભાવોના હસ્તે જીલ્લાના સાત તાલુકા કક્ષાના કાર્યક્રમો તથા ચાર નગરપાલિકાના કાર્યક્રમો પણ હર્ષભેર ઉજવાયા છે.

પંચમહાલ જીલ્લામાં કુલ 536 શીલા ફલકમ તથા અમૃત વાટિકાનું નિર્માણ કરાયું છે. જીલ્લાના નાગરિકો દ્વારા 32,084 સેલ્ફીઓ અપલોડ કરાઈ છે. જ્યારે કુલ 71,504 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં 44,025 સ્વદેશી રોપાઓનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ 810 વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જીલ્લાના અંદાજે 71,454 નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં તથા તાલુકા કક્ષાએ મારી માટી, મારો દેશ અભિયાનને સફળતા મળી છે.દરેક ગ્રામ પંચાયતથી માટી યોગ્ય પાત્રમાં એકત્રિત કરીને કળશ દ્વારા તાલુકા કક્ષાએ લાવવામાં આવી છે.હવે પછી જીલ્લાના કુલ સાત તાલુકા દીઠ 1 એમ કુલ 7 યુવા પ્રતિનિધિ કળશ લઈને આગામી 27 ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ મહોત્સવ ખાતે રવાના થશે અને 30 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે ફિનાલે મહોત્સવમાં ભાગ લેશે.