નવીલ્હિી, કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ આપેલા મંગલસૂત્ર પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે પોતાની જનસભામાં કહ્યું કે છેલ્લા બે દિવસમાં ભાજપે વાહિયાત વાતો શરૂ કરી છે. તેમણે કહ્યું, શું કોંગ્રેસે ૫૫ વર્ષમાં કોઈનું સોનું કે મંગળસૂત્ર છીનવી લીધું? જ્યારે દેશ યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે ઈન્દિરાજીએ તેમનું મંગળસૂત્ર અને ઘરેણાં દાનમાં આપ્યા હતા.
તેમણે કહ્યું કે લાખો મહિલાઓએ આ દેશ માટે પોતાના મંગળસૂત્રનું બલિદાન આપ્યું છે. જ્યારે મારી બહેનોને નોટબંધીને કારણે તેમના મંગળસૂત્રો ગીરો રાખવા પડ્યા ત્યારે વડાપ્રધાન ક્યાં હતા? ખેડૂતોના આંદોલનમાં ૬૦૦ ખેડૂતો શહીદ થયા ત્યારે તેમની વિધવાઓના મંગળસૂત્ર વિશે તમે વિચાર્યું? આજે મહિલાઓને વોટ માટે ડરાવી રહ્યા છો? જો વડાપ્રધાન મંગળસૂત્રનું મહત્ત્વ સમજતા હોત ત આવી અશોભનીય વાતો ન કરી હોત.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, ’ભાજપના નેતાઓ લોકોની ભાવનાઓ ભડકાવવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને નથી લાગતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્તરે વાત કરવી જોઈએ.’
પ્રિયંકા ગાંધીએ પૂછ્યું, તેઓ ૧૦ વર્ષથી વડાપ્રધાન છે અને તેમની પાસે સંપૂર્ણ બહુમતી છે. તેઓએ ખરેખર શું કર્યું છે. તે લોકોની સામે આવીને કેમ નથી કહી રહ્યા કે, ’મેં ઘણી નોકરીઓ આપી છે, મેં ઘણી આઈઆઈટી બનાવી છે, ઘણી હોસ્પિટલો બનાવી છે અને ઘણા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.’
તેમણે ભાજપ પર જનતાને હળવાશથી લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું, તેઓ વિચારે છે કે જનતા તે ડેટા તપાસશે નહીં જેની તેઓ વાત કરી રહ્યા છે, જનતા એ તપાસવાની નથી કે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં શું કહ્યું છે કે નહીં, તે દરેક જગ્યાએ ઉપલબ્ધ છેપ. તેઓ રોજ નવું કઈક લઈને આવે છે, એક દિવસ કહે છે અમે (કોંગ્રેસ) દેશ વિરુદ્ધ કામ કરી રહ્યા છીએ. એક દિવસ તેઓ કહે છે કે અમે ધર્મની વિરુદ્ધ છીએપજ્યારે કોંગ્રેસ સતત નોકરીઓ અને શિક્ષણ પર ભાર આપી રહી છે, ત્યારે અમે અમારા મેનિફેસ્ટોમાં કહીએ છીએ કે આ તે વસ્તુઓ છે જે અમે કરવા માંગીએ છીએ.