મુંબઇ, ૨૦૨૪ જૂન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાશે. પરંતુ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના રમવા પર સસ્પેન્સ અકબંધ છે. જો કે રિષભના ટી ૨૦ વિશ્વકપ ૨૦૨૪માં રમવા અંગે પૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આવ્યું છે. ગાવસ્કરનું માનવું છે કે વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વોડમાં વિકેટકીપરના સ્થાન માટે ૩ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળશે. પરંતુ ગાવસ્કર ઈચ્છે છે કે ટી ૨૦ વિશ્વકપ ૨૦૨૪માં પંત ભારતીય ટીમનો ભાગ બને.
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘હું કે.એલ રાહુલને વિકેટકીપર બેટ્સમેન તરીકે જોઈ રહ્યો છું. પરંતુ તે પહેલા હું એક વાત કહેવા માંગુ છું કે જો રિષભ પંત ફિટ છે તો તેણે ટીમમાં આવવું જોઈએ, કારણ કે તે દરેક ફોર્મેટમાં ગેમ ચેન્જર છે. જો હું પસંદગીકાર હોઉં, તો હું તેનું નામ સૌથી આગળ રાખીશ. આ સારું રહેશે અને ટીમમાં સંતુલન પણ બનાવશે. જો રિષભ પંત ટીમનો ભાગ છે, તો તમારી પાસે તેનો ઓપનર અથવા મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઉપયોગ કરવાનો વિકલ્પ હશે.’
સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું, ટી ૨૦ વિશ્વકપના ટીમ સિલેકશન માટે ભારતીય ખેલાડીઓમાં એક સારી સ્પર્ધા જોવા મળી રહી છે. તમામ ૩ ખેલાડીઓ વિકેટકીપર તરીકે સારા છે. અમે જિતેશ શર્માને જોયો છે, તે એક ખુબ સારો ફિનિશર અને સ્ટ્રાઈકર છે.’ તેણે વધુમાં કહ્યું,ટી ૨૦ ફોર્મેટમાં સામાન્ય રીતે વિકેટકીપર પાછળ રહે છે, એવું બહુ ઓછું હોય છે કે જયારે તેઓ સ્ટમ્પની નજીક હોય છે. જેથી ભલે તમારી પાસે વિકેટકીપિંગમાં એટલી કુશળતા ન હોય, પરંતુ જો તમારી પાસે બેટિંગ અને ફોર્મ હોય, તો તમે ટીમમાં પાછા આવી શકો છો.’