મુંબઇ,એક્ટ્રેસ આલિયા ભટ્ટને તેની ફિલ્મ ’ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે એક એવોર્ડ ફંક્શનમાં ’એન્ટરટેઇનમેન્ટ લીડર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો. ફંક્શનમાં એવોર્ડ મેળવ્યા બાદ આલિયાએ કહ્યું કે ’હકીક્તમાં બ્લોકબસ્ટર તેની પુત્રી રાહા છે.’ આ એવોર્ડ ફંક્શનમાં આલિયાએ પતિ રણબીર કપૂરના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.
શોમાં એવોર્ડ મેળવતી વખતે આલિયાએ કહ્યું, ’મારી પુત્રી રાહા મારા માટે સૌથી મોટી બ્લોકબસ્ટર છે. આ વર્ષની શરૂઆત ચોક્કસપણે સારી રહી, પરંતુ વર્ષના અંત સુધીમાં તે મારા જીવનમાં આવી અને હું માતા બની હતી. મને નથી લાગતું કે, લ્લમા’ બનવાથી વધુ ખુશી દુનિયાની કોઈ પણ વસ્તુ આપી શકે.
આલિયાએ તેના પતિ રણબીર કપૂરના પણ વખાણ કર્યા હતા. આલિયાએ કહ્યું કે ’તે નસીબદાર છે કે તેને રણબીર જેવા પાર્ટનરનો સાથ મળ્યો છે.’ વધુમાં કહ્યું કે, ’હું જ્યારે ઈચ્છું ત્યારે કામમાંથી બ્રેક લઈ શકું છું અને જ્યારે ઈચ્છું ત્યારે કામ પર પણ જઈ શકું છું. શું કરવું તે હું જાતે જ નક્કી કરી શકું છું. રણબીર ખૂબ જ સારો પાર્ટનર છે અને અમારી વચ્ચે ઘણી સારી સમજ છે.’
આલિયા ભટ્ટ એ જૂજ કલાકારોમાંથી એક છે જેમણે ૨૦૨૨માં હિટ ફિલ્મો આપી હતી. આલિયાએ ’ગંગુબાઈ કાઠિયાવાડી’થી વર્ષની શરૂઆત કરી હતી. આ પછી આલિયા શેફાલી શાહ અને વિજય વર્મા સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ’ડાલગ્સ’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાના અભિનયને સારો પ્રતિસાદ મળ્યો હતો.
ભૂતકાળમાં આલિયાને આ ફિલ્મ માટે ’શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ’ પણ મળ્યો હતો. તે જ સમયે, ’ગંગુબાઈ કાઠિયાવાડી’ને વિવિધ કેટેગરીમાં કુલ ૭ ફિલ્મફેર એવોર્ડ મળ્યા. તો ૨૦૨૨નું વર્ષ પર્સનલ રીતે પણ આલિયા માટે ખૂબ નસીબદાર સાબિત થયું. આલિયાએ પાંચ વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા અને આ વર્ષે નવેમ્બરમાં એક દીકરીને જન્મ આપ્યો.