તા.05/05/2024 સોમવારના રોજના પંચમહાલ સમાચાર દૈનિકના અહેવાલનો પડધો ઈમ્પેકટની અસર ગ્રાઉન્ડ જીરોમાં દેખવા મળી છે. શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગનો રોડ સંચા ગલીના નાકેથી ઐતિહાસીક શહેરનો ઐતિહાસીક પ્રવેશ દ્વાર એટલે ભે દરવાજા જે હેરીટેઝમાં સુમાર છે તે રોડ એટલો તો બિસ્માર હાલતનો પાવાગઢના યાત્રાળુઓને વાચા આપતો એક અહેવાલ પ્રસારીત થતા તેનો પડધો માત્ર સાતમાં દિવસે સદર રોડનુંં રીપેરીંગ કાર્ય તા.11/08/2024ના રોજ એ પણ રવિવારની રજાના દિવસે રોડ વિભાગના કર્મીઓ કાર્યયુધ્ધના ધોરણે કાર્ય હાથ ધરતાં તે બિરદાવા લાયક છે.
આ માર્ગ અને મકાન વિભાગનો હાઈવે રોડ ઉપરથી પાવાગઢના યાત્રાળુઓ માટે શોર્ટકટનો રોડ છે. આ માગ ર ઉપરથી એમ.પી., રાજસ્થાનના માંંઈ ભકતો રથને લઈને પવિત્ર શ્રાવણ માસમાં પસાર થાય છે. તેઓ માટે હાલનું રીપેરીગનુંં કાર્ય લાભદાઈ ગણાશે. આજે રવિવારનો રજાનો દિવસ શ્રાવણનો ત્રીજો સોમવાર આવતા પહેલા સદર રોડના મસમોટા ખાડાઓનું સમારકાર્ય હાથ ધરાતા શ્રધ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે માર્ગ અને મકાન વિભાગ આ મુજબ સંવેદનશીલ દેખાડશે તેવી આમ જનતાને આશા છે. તેમજ મૌન્સુન પૂર્ણ થતા 12 વર્ષ અગાઉ બનેલો માર્ગ નવો બનાવશે. તેવી શહેરીજનોની માંગ છે.