મારે રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા જવું છે,દાનિશ કનેરિયા

મુંબઇ, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા આ દિવસોમાં ચર્ચામાં છે. તેમણે પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓની દુર્દશા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો પર પ્રકાશ પાડ્યો છે અને તેમની સુરક્ષા અંગે આશંકા વ્યક્ત કરી છે.

કનેરિયા કહે છે કે તેને હિંદુ હોવા પર ગર્વ છે. પાંચજન્ય સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, કનેરિયાએ તેની કારકિર્દી, પાકિસ્તાની ક્રિકેટ ટીમના સભ્ય હોવા પર તેના પર થયેલા અત્યાચારો અને મુસ્લિમ બહુમતી રાષ્ટ્રમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિશે વિગતવાર વાત કરી. ઈન્ટરવ્યુમાં સુરક્ષાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર કનેરિયાએ કહ્યું, “સુરક્ષાને લઈને હંમેશા ડર રહે છે, પરંતુ તે ભગવાનની કૃપા છે. આ હનુમાનજીના આશીર્વાદ છે. હું મારો અવાજ ઉઠાવીશ. આવા ઘણા કિસ્સાઓ છે જેના વિશે રિપોર્ટ્સ આવેલી છે પણ તેને આગળ પ્રકાશિત કરવામાં આવતી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના વિશે વાત કરવી જોઈએ.”

કનેરિયાએ કહ્યું, “ભારત એક મજબૂત દેશ છે. તેઓએ બોલવું જોઈએ. આ રોજિંદી બાબતોનો અંત આવવો જોઈએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે લોકોને ખુશ કરે અને આવા કાર્યો કરે છે તેમને બુધિ આપે. મારી પાસે જેટલી શક્તિ છે. એટલું તો હું કરીશ અને હિંદુઓ માટે અવાજ ઉઠાવતો રહીશ. હું ઈચ્છું છું કે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે આ મુદ્દા વિશે વાત કરે તેમજ નોટિસ લે, પગલાં ભરે અને વસ્તુઓને ઠીક કરવામાં મદદ કરે. જો આ લોકો આવું કરે તો શું થાય? આપણા દેશમાં શું થાય છે? ? પાકિસ્તાનની ઈમેજ બગડી છે. દુનિયામાં બીજે ક્યાંય આવું થતું નથી.”

શું તમે ભારતીય નાગરિક્તા લેવા માંગો છો? આ સવાલ પર કનેરિયાએ કહ્યું કે, “જે થશે તે ભવિષ્યમાં જોવા મળશે. અત્યારે તો મારા પર ભગવાનની કૃપા છે. જો કોઈ મને કહેશે તો હું ભવિષ્યમાં તેના વિશે જરૂરથી વિચારીશ. ભારત અમારી માતૃભૂમિ છે. આપણાં દેવી-દેવતાઓ અહીં વસે છે. મારી ઘણી ઈચ્છા છે કે શ્રી રામજી મંદિરમાં મારે દર્શન કરવા આવવું જોઈએ.