મરાઠાઓ માટે કુણબી જાતિ પ્રમાણપત્રનો વિરોધ, મહારાષ્ટ્ર સરકાર સામે હાઈકોર્ટમાં પીઆઇએલ દાખલ

નવીદિલ્હી, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને કાર્યર્ક્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલા આંદોલન વચ્ચે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, સામાજિક કાર્યર્ક્તા મનોજ જરાંગે-પાટીલ તમામ મરાઠાઓ માટે કુણબી પ્રમાણપત્રની માંગ કરી રહ્યા છે. તાજેતરના વિકાસમાં, મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે પીઆઇએલ દાખલ કરવામાં આવી છે, આ નિર્ણયને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ૬ ફેબ્રુઆરીએ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, ૩૦ જાન્યુઆરીએ ઓબીસી વેલફેર ફાઉન્ડેશન’ના પ્રમુખે પીઆઇએલ દાખલ કરી હતી. અરર્જીક્તા મંગેશ સસાણે પોતાને ’ઓબીસી વેલ્ફેર ફાઉન્ડેશન’ના વડા ગણાવે છે. પીઆઈએલ જણાવે છે કે રાજ્ય સરકાર મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપીને અન્ય પછાત વર્ગોના આરક્ષણને ’પ્રભાવિત’ કરી રહી છે.