- મરાઠા આરક્ષણની માંગ પર સરકાર ૪૦ દિવસ સુધી અજગરની જેમ સુસ્ત રહી.
મુંબઈ, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે ચાલી રહેલા આંદોલને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રદર્શનકારીઓએ ત્રણ ધારાસભ્યોના ઘરો અને કાર્યાલયોમાં તોડફોડ કરી અને આગ લગાડી અને મ્યુનિસિપલ બિલ્ડિંગને આગ ચાંપી દીધી અને રસ્તો બ્લોક કર્યો. દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ મુદ્દે સરકારને ઘેરી છે અને કહ્યું છે કે ’આ આગ સરકારે જ શરૂ કરી છે અને તેને બુઝાવી જોઈએ.’
રાજ્યની શિંદે-ફડણવીસ સરકાર પર પ્રહાર કરતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે મરાઠા આરક્ષણની માંગ પર સરકાર ૪૦ દિવસ સુધી અજગરની જેમ સુસ્ત રહી. તેમણે કહ્યું, ’આજે કેબિનેટમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે તેવી આશા છે. જરાંગે પાટીલની કથળેલી હાલતને કારણે મરાઠા સમાજની માંગણીઓ અને અનામતને લઈને બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર અમે નજર રાખી રહ્યા છીએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ છે. કોંગ્રેસ રાજ્યપાલને મળીને માંગ કરી છે કે આંદોલન છેડીને સરકારી સંપત્તિને થયેલા નુક્સાનની ભરપાઈ કરવામાં આવે.
સરકાર પર નિશાન સાધતા વિજય વડેટ્ટીવારે કહ્યું, ’અમે સરકારને અપીલ કરીએ છીએ કે, તમે આ આગને બુઝાવી દો. સરકારની ખોટી જાહેરાતો અને ખોટા વચનોને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ ગંભીર બની છે. જરાંગે પાટીલે કહ્યું કે અમને અમારી સરકાર પર વિશ્ર્વાસ નથી. જો સરકાર રાજ્યમાંથી વિશ્ર્વાસ ગુમાવી બેઠી હોય તો તેને હાંકી કાઢવી જોઈએ. આ સરકાર ગેરબંધારણીય છે. ત્રણેય નેતાઓ (મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર) એકબીજાની વિરુદ્ધમાં છે. ત્રણેય પક્ષોના નેતાઓ સાથે બેસીને નિર્ણય લેતા નથી. ત્રણ ચહેરાવાળી ત્રણ સરકારો છે.