મુંબઇ, અંક્તિા લોખંડેએ ’બિગ બૉસ ૧૭’માં તેની સાસુને કહી દીધું છે કે તેના વર્તન માટે તેના પેરન્ટ્સને દોષી કહેવાની જરૂર નથી. આ શોમાં અંક્તિા તેના પતિ વિકી જૈન સાથે આવી છે. વિકી અને અંક્તિા બન્ને વચ્ચે ઘણા ઝઘડા થતા રહે છે. તેઓ ઘણી વાર મસ્તી પણ કરતાં જોવા મળે છે. વિકી જ્યારે જાણી જોઈને અંક્તિાને ઇરિટેટ કરે ત્યારે તે તેના પતિને મસ્તીમાં મારતી પણ જોવા મળે છે.
એક એપિસોડમાં અંક્તિાએ વિકીને લાત મારી હતી. આ શોમાં હાલમાં જ ફૅમિલી મેમ્બરને ઘરમાં બોલાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન વિકીની મમ્મી શોમાં આવી હતી. તેણે અંક્તિાને કહ્યું હતું કે ‘તેં જ્યારે વિકીને લાત મારી હતી ત્યારે પાપાએ તરત જ તારી મમ્મીને ફોન કર્યો હતો કે ‘તમે તમારા પતિને આ રીતે લાત મારતાં હતાં’?’
આ વિશે અંક્તિાએ તેને જવાબ આપ્યો હતો કે ‘મમ્મીને ફોન કરવાની શું જરૂર હતી. મારી મમ્મી એકલી છે. મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. તમે લોકો મારાં મમ્મીને આ વિશે કંઈ ન કહો.’