
જમ્મુ, માતા વૈષ્ણોદેવીના દર્શન માટે હવે ભાવિકોને લાંબી લાઈનોમાંથી છુટકારો મળશે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં જ કટરા રેલવે સ્ટેશન પર રેડિયો ફ્રિકવન્સી ઓળખ વાળું આરએફઆઈડી રજીસ્ટ્રેશન શરૂ થશે. આથી દર્શન માટે લાંબી લાઈનોના નિવારણમાં મદદ મળશે. બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન પર રજીસ્ટ્રેશન માટે અનેક કાઉન્ટર બનશે.
આ રજીસ્ટ્રેશન યાત્રા માટે જરૂરી છે અમે તેના માટે ગણ્યા ગાંઠયા જ કાઉન્ટર હતા, હવે આ કાઉન્ટરોને રેલવે સ્ટેશન પર પણ ખોલવામાં આવશે યાત્રાના પારંપરિક માર્ગમાં આવતા બાણગંગામાં લેસર શોનું પણ પ્લાનીંગ છે. અર્ધકુંવારીમાં એક સમયે ૩ હજાર ભક્તોને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ચૈત્રની નવરાત્રિમાં ભક્તોને દર્શનની ડ્યોઢી, અર્ધકુવારી અને મુખ્ય ભવન રંગીન એલઈડી રોશનીથી ઝગમગ દેખાશે.