મારા પિતા ઈચ્છતા હતા કે હું તેઓ જેમ કહે એમ કરું. હું એવું ઈચ્છતો નહોતો : ઓસામાનો પુત્ર ઉમર

  • મેં મારી પોતાની આંખોથી જોયું છે. મારા પાલતું કૂતરા પર કેમિકલ વેપન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મને એ બિલકુલ ગમ્યું નહીં.

લંડન,

આતંકી સંગઠન અલ-કાયદાનો લીડર ઓસામા બિલ લાદેન પાલતું શ્ર્વાન પર કેમિકલ હથિયારોનું પરીક્ષણ કરતો હતો. આ વાતનો ઘટસ્ફોટ તેના દીકરા ઉમરે કર્યો છે. એટલું જ નહીં, એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાને ઓસામાનો શિકાર ગણાવ્યો હતો.

બ્રિટિશ પેપર ’ધ સન’ અનુસાર, ક્તારમાં ઓસામાના સૌથી મોટા દીકરા ઉમરે કર્યું- મારા પિતા ઈચ્છતા હતા કે હું તેઓ જેમ કહે એમ કરું. હું એવું ઈચ્છતો નહોતો. અમે અફઘાનિસ્તાનમાં રહેતા હતા ત્યારે તેઓ મને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપતા હતા. તેમણે અમારા પાલતું શ્ર્વાન પર કેમિકલ હથિયારનું પરીક્ષણ કર્યું હતું.

પ્રાણીઓ પર થઈ રહેલા રાસાયણિક પ્રયોગો વિશે વાત કરતાં ઉમરે કહ્યું – મેં મારી પોતાની આંખોથી જોયું છે. મારા પાલતું કૂતરા પર કેમિકલ વેપન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મને એ બિલકુલ ગમ્યું નહીં. હું એના વિશે ખૂબ જ દુ:ખી હતો. એ જોવાનું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. હું બસ આ બધું ભૂલી જવા માગું છું. ઉમર ખૂબ નાનો હતો જ્યારે તેણે તેના પાલતું શ્ર્વાન પર પ્રયોગ જોયો. તેણે કહ્યું કે પિતા ઓસામા તેને એકે-૪૭ અને રશિયન ટેક્ધ કેવી રીતે ચલાવવી એ શીખવતા હતા.

૪૧ વર્ષનો ઉમર હાલ તેમનાં પત્ની જૈના સાથે ફ્રાન્સના નોરમૈડીમાં રહે છે. હાલ ક્તારના પ્રવાસે છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું- અમે ચાર ભાઈ છીએ. હું આતંકી દુનિયામાં રહેવા ઈચ્છતો નહોતો. મેં પિતા ઓસામાને ગુડબાય કહ્યું અને તેમણે મને ગુડબાય કહ્યું, પરંતુ મારા જવાને કારણે તેઓ ખુશ નહોતા. તેમણે ક્યારેય સીધી રીતે કહ્યું નહોતું કે હું અલ-કાયદામાં જોડાઉં, પરંતુ તેઓ હંમેશાં કહેતા હતા કે હું તેમનો ઉત્તરાધિકારી છું.અમેરિકાના ન્યૂયોર્કમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના આતંકવાદી હુમલાના થોડા મહિના પહેલાં ઉમરે એપ્રિલ ૨૦૦૧માં અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

ઉમરની પત્ની જૈનીએ કહ્યું- ઉમરનું નાનપણ અંધારામાં ગયું છે. આજે પણ તે આઘાતમાં છે. તે ખૂબ તણાવમાં છે. ક્યારેક-ક્યારેક તેમને પેનિક એટેક પણ આવે છે. વિશ્ર્વાસ નથી કરી શક્તા કે તેના પિતાએ ખોટાં કામ કર્યા છે. તે તેમના બાળપણને યાદ કરવા માગતા નથી, કારણ કે નાની ઉંમરે તેમણે તેના પિતાના કહેવા પર હથિયાર પકડ્યા હતા અને તેમના પાલતું પ્રાણીઓ પર થતા પ્રયોગો જોયા હતા. આ તસવીર ઉમર અને તેની પત્ની જૈનાની છે. ઉમર એક ચિત્રકાર છે. તેમનાં ચિત્રો ૮,૫૦૦ પાઉન્ડ એટલે કે ૮ કરોડથી વધુમાં વેચાય છે.

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ૧૯ આતંકીએ ૪ કોમશયલ પ્લેન હાઈજેક કરી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અથડાવ્યા હતા. અમેરિકામાં આને ૯/૧૧ એટેકના નામથી ઓળખવામાં આવે છે. આ હુમલામાં ૯૩ દેશના ૨,૯૭૭ લોકોનાં મોત થયાં. ઉમરે બે મે, ૨૦૧૧ના રોજ ક્તારમાં હતો, ત્યારે તેમણે ખબર સાંભળી કે અમેરિકન નેવીએ તેમના પિતાની હત્યા કરી દીધી, જે પાકિસ્તાનના એક સુરક્ષિત ઘરમાં છુપાયેલા હતા. યુએસ નેવીએ બિન લાદેનના મૃતદેહને તેના મૃત્યુના ૨૪ કલાકની અંદર સુપર કેરિયર યુએસએસ કાર્લ વિન્સનથી દરિયામાં દફનાવ્યો હતો. ઉમરે કહ્યું- મને ખબર નથી કે તેમણે પિતા ઓસામાના મૃતદેહ સાથે શું કર્યું. તેઓ કહે છે કે તેમણએ તેમને સમુદ્રમાં ફેંકી દીધા, પણ હું માનતો નથી.