મારા દર્શકોએ મને ઉંમરના બૅરિયરને તોડવા માટે પ્રેરિત કરી છે : રાની મુખરજી

મુંબઇ, રાની મુખરજીનું કહેવું છે કે તેના દર્શકોએ તેને ઉંમરનો અવરોધ તોડવા માટે પ્રેરિત કરી છે. તેની છેલ્લી ફિલ્મ ’મિસિસ ચૅટરજી વર્સીસ નૉર્વે’ હતી. આ ફિલ્મના પાત્ર માટે તેની ઍક્ટિંગને લઈને તેનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. એક મમ્મીનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. આ વિશે વાત કરતાં રાનીએ કહ્યું કે ’મારા દર્શકોએ મને વર્ષોથી પ્રેમ આપ્યો છે અને મારો સ્વીકાર કર્યો છે.

તેમણે મને ઉંમરને લઈને જે બૅરિયર હતાં એ તોડવા માટે પ્રેરિત કરી હતી. હું તેમને વચન આપું છું કે હું ૮૦ વર્ષે પણ કામ કરતી રહીશ. મને નથી લાગતું કે કોઈ પણ ઍક્ટરને તેમની ઉંમરથી જજ કરવા જોઈએ. આપણું સિનેમા ખૂબ જ લોકપ્રિય છે.

તેમ જ લોકો દરેક સમયે સ્ક્રીન પર યુવાનોને જોવા માગે છે અને આ જ વાત યુવાનોને આગળ વધવા માટે મજબૂર કરે છે. કલાકારોએ એ હંમેશાં યાદ રાખવું જોઈએ કે તેઓ હંમેશાં યુવાન નથી રહેવાના અને તેમણે એ ભ્રમમાં ન રહેવું જોઈએ. દિલથી યુવાન રહો એ બની શકે છે, પરંતુ ઉંમરનો સ્વીકાર કરવો જરૂરી છે. ઉંમરને અનુરૂપ પાત્ર પસંદ કરવાં અને દર્શકો એનો પણ સ્વીકાર કરે એ જરૂરી છે.’