
મુંબઇ, કરણ જોહરનાં બાળકો રુહી અને યશ સાત વર્ષનાં થયાં છે. કરણ સરોગસી દ્વારા પિતા બન્યો હતો. કરણ તેની મમ્મી હીરુ જોહર સાથે મળીને તેનાં બાળકોનો ઉછેર કરે છે. તેઓ ગઈ કાલે સાત વર્ષનાં થયાં હતાં. બાળકો સાથેનો ફોટો શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ’મારી લાઇફના સનશાઇન્સને જન્મદિવસની શુભેચ્છા. મારી લાઇફ હવે હંમેશાં માટે બદલાઈ ગઈ છે.
તમારા બન્નેની મસ્તી અને હાસ્યને લઈને મારી લાઇફમાં ખૂબ જ સારો ચેન્જ આવ્યો છે. તમારે દુનિયાને ઘણો પ્રેમ આપવાનો છે. તમે મોટાં થાઓ, પરંતુ ક્યારેય પણ તમારામાં ચેન્જ નહીં લાવતાં. મને જે રીતે પ્રેમ આપો છો એવો દુનિયાને આપતા રહેજો. મારી મમ્મીનો પણ આભાર માનું છું જે અમારી ફૅમિલીની સ્ટ્રેંગ્થ છે. તે રુહી અને યશ માટે પણ મમ્મી જેવી છે. મમ્મી તને હંમેશાં માટે ઘણો-ઘણો પ્રેમ.’