માનુજજી શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ્દ ભાગવત કથામાં એક થી એક દ્રષ્ટાંત આપી કથામાં બેઠેલ ભકતોને મંત્ર મુગ્દ કરી દીઘા હતા

દાહોદ,દાહોદ શહેરમાં પંચાલ સમાજના ઉકરડી પરિવાર દ્વારા રામાનુજજી શાસ્ત્રીજી દ્વારા તારીખ 26 એપ્રિલ થી તા. 02 મે સુધી શ્રીમદ્દભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજ તથા બીજા ભકતો કથામાં આવી હાજર રહ્યા હતા અને ધન્યતા અનુભવ્યા હતા.

દાહોદ શહેરના ગોકુલધામ સોસાયટી ગોવિંદ નગર ખાતે દાહોદના સમસ્ત પંચાલ સમાજ દ્વારા રામાનુજજી મહારાજ દ્વારા મદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26 એપ્રિલના રોજ થી શરૂ થયેલ આ કાર્યક્રમ આવતી કાલ તારીખ 2 મેના રોજ સુધી ચાલસે જેમાં સૌ પ્રથમ તા 26 એપ્રિલના રોજ કળશયાત્રા કાઢવામાં આવી હતી. આ કળશ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. વિવિધ કાર્યક્રમો જેમાં 26 એપ્રિલના રોજ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 27મી એપ્રિલ થી 01 મે સુધી નિત્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 મી એપ્રિલના રોજ કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તથા રાત્રીના આનદ ગરબો, સુંદરકાંડ અને ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તા. 02 મેના રોજ કથા પુણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.