દે.બારીયા, દે.બારીયા શહેરમાં આવતા બાંધકામ શ્રમિક તથા તેના પરિવારને ફકત રૂા.5/-માં પૌષ્ટીક ભોજન વિતરણ માટેનું એક નવા કેન્દ્રની દે.બારીયા શહેરમાં જે સ્થળ પર પંથકના તમામ શ્રમિકો સવારે પોતપોતાના કાર્યની સાઈડ પર જવા માટે એકત્રિત થાય છે. રમણ કોમ્પ્લેકસ એકબત્તીના પાસે તા.11/03/2024ના સોમવારના રોજ સવારે 10.00 કલાકે રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડનું આગમન સાથે દે.બારીયાના મામલતદાર સમીર પટેલના દ્વારા પુષ્પગુચ્છ આપીને શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે પૌષ્ટીક ભોજન કેન્દ્રનું રીબીન કાપી શુભઆરંભ કરાયું હતું. પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં પોતાની આગવી ગામઠી ભાષાની શૈલીમાં તમામ શ્રમિક ભાઈ-બહેનોને હસાવતા હસાવતા પ્રવચનમાં ગુજરાત રાજ્યની સંવેદન અને ગતિશીલ સરકારે ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર ને માત્ર રૂા.5/-માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટીક ભોજન આપવા માટેનું ભોજન વિતરણ કેન્દ્ર આજથી શુભ શરૂઆત કરી હતી. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહના દર શુક્રવારે એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ થાય છે. તે મંત્રીએ તમામ શ્રમિકોને સમજાવ્યા હતા.
ગુજરાત રાજ્ય બાંધકામ શ્રમિક માટે અન્ય ક્ષેત્રે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જુન 2017 થી શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં 278 કેન્દ્રો શરૂ કર્યા હતા અને હવે નવા 12 કેન્દ્રોમાં દે.બારીયા, દાહોદ અને ગરબાડા જેવા ઉંડાળવાળા ગામોમાં પૌષ્ટીક ભોજન કેન્દ્રોનું આજરોજ શુભ આરંભ કરાયો છે. તેની ખુશી વ્યકત કરી હાજરગણમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તા.08/10/2022ના રોજ મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણના કેન્દ્રોમાં અમદાવાદ, ગાંધીનગરમાં કુલ-22 કડીયા કામમાં આ યોજના પુન: શુભ આરંભ કરવામાં આવેલ હતો. ત્યારબાદ વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણ, વલસાડ, પાટણ, ભાવનગર, ભરૂચ, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, ખેડા, આણંદ આમ કુલ મળીને 278 પૌષ્ટીક ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થયેલ છે. આમ, 17 જીલ્લામાં 278 કડીયાકામ તર ભોજન કેન્દ્રો હાલમાં કાર્યરત સાથે 12 નવા વિતરણના પૌષ્ટીક કેન્દ્રોનુંં લોકાર્પણનું આયોજનના ભાગરૂપે દાહોદ જીલ્લામાં હાલમાં શરૂ કર્યા છે. ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણ યોજના અંંતર્ગત અત્યાર સુધી 284.27 લાખ કરતા વધારે ભોજન કેન્દ્રો પરથી ભોજન વિતરણ કરવામાં આવેલ છે. જેનો લાભ આપણા પંથક અને શહેર અને તાલુકામાં આવતા બાંધકાર્ય ક્ષેત્રેના તેમજ અન્ય કાર્યક્ષેત્રેના શ્રમિકોને લાભ લેવા માટે નોંંધણીની પ્રક્રિયામાં ઈ-નિર્માણકાર્ડના પાત્રતામાં આવતા 18 થી 60 વર્ષની ઉંમરના લાભાર્થીઓ છેલ્લા 12 માસમાં 90 દિવસથી વધુ સમય માટે કામગીરી કરેલ હોવી જોઈએ. જેમાં આ મુજબના શ્રમિકોને આવરી લેવામાં આવશે. કડીયા, પ્લમ્બર, ઈલેકટ્રીશીયન, સુથાર, લુહાર, વાયરમેન, કલર કામ કરનારા લિફટ ઓપરેટર, ફેબ્રીકેશન કરનારા, ઈંટો-નળીયા બનાવનારા, વેલ્ડર, સ્ટોન કટીંગ, મજુરો તેમજ મનરેગાના વર્કરો વગેરેને આ પૌષ્ટીક ભોજન કેન્દ્રોનો લાભ લઈ શકે છે. આમા અરવિદાબેન હરેશભાઇ ડામોર તથા નીલ સોની, સજજનબા ગોહિલ તથા નગર પાલિકાના ચીફ ઓફિસર તથા પાલિકાના તમામ ઓફિશયલ સ્ટાફ શ્રમિક ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં હાજર રહીને પૌષ્ટીક આહાર કેન્દ્રના શુભ આરંભના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.