- મોડી રાત સુધી ચાલેલા દરોડામાં તેમના ઠેકાણાઓ પરથી કુલ રૂ. ૩૫ કરોડ ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
રાંચી, ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ કુમાર લાલ અને તેમના નોકર જહાંગીર આલમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલા દરોડામાં તેમના ઠેકાણાઓ પરથી કુલ રૂ. ૩૫ કરોડ ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આટલી મોટી રકમની રિકવરી બાદ હવે મંત્રી આલમગીર આલમ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવું લાગી રહ્યું છે. માહિતી અનુસાર, હવે ઈડી આ સમગ્ર મામલે ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમ પાસેથી આ રકમનો હિસાબ માંગવાની તૈયારી કરી રહ્યું છે. તેમને ટૂંક સમયમાં સમન્સ જારી કરવામાં આવી શકે છે.
સોમવારે, ઈડીએ આલમગીર આલમના પીએસ નોકર અને તેના અન્ય નજીકના સહયોગીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. નોકર જહાંગીર આલમે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તે કમિશન અને લાંચ દ્વારા એકત્ર કરાયેલા નાણાનો રખેવાળ કરતો હતો, જેના માટે તેને દર મહિને આશરે ૧૫,૦૦૦ રૂપિયા મળતા હતા. મળતી માહિતી મુજબ મંત્રી આલમગીરે જ જહાંગીરને પોતાના પીએસ સંજીવ કુમાર લાલ પાસે રાખ્યો હતો. મંત્રીના પીએસ સંજીવ લાલે તેમના માટે એપાર્ટમેન્ટમાં લેટ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંજીવ લાલ તેને દર એક-બે દિવસે પૈસાની એક થેલી આપતો હતો, જેને તે લેટની છાજલીઓમાં ભરી દેતો હતો. ઈડીના અધિકારીઓએ અન્ય સહયોગીના ઠેકાણા પરથી ૧૦ લાખ રૂપિયા અને ૨ કરોડ ૯૩ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. મંત્રીના પીએસ સંજીવ કુમાર લાલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે નોકર જહાંગીરના લેટમાંથી મળેલા પૈસા તેમના હતા. જોકે પુરાવા અને જહાંગીરના નિવેદન બાદ ઈડીએ તેની ધરપકડ કરી હતી.
અહેવાલો અનુસાર, જ્યારે ઈડ્ઢએ પીએસ સંજીવ લાલની પૂછપરછ કરી તો તે વારંવાર બેહોશ થવા લાગ્યો. ઈડીએ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે જેમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વિગતો છે. આ સિવાય ઈડીને ઝારખંડના મુખ્ય સચિવને ગ્રામીણ વિકાસ વિભાગમાં અનિયમિતતા અંગે એફઆઈઆર નોંધવા માટે લખેલો પત્ર પણ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈડીના પત્ર પર કાર્યવાહી કરવાને બદલે તેને લીક કરીને વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.