કોલકાતા, લોક્સભાની ચૂંટણી નજીક છે. દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય અશાંતિ ચાલી રહી છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર ગઈ છે અને હવે ત્યાં એનડીએની સરકાર છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઈડ્ઢ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીની રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. દરમિયાન, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે શુક્રવારથી કોલકાતામાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર દ્વારા રાજ્યના લેણાં રોકવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્ર દ્વારા, ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ (મનરેગા) હેઠળ કથિત રકમ રોકવાનો મુદ્દો રાજ્યમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, “રેડ રોડ વિસ્તારના મેદાનમાં બપોરે ૧ વાગ્યે વિરોધ શરૂ થશે. અમારી પાર્ટીના વડા મમતા બેનર્જી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
અગાઉ, તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મનરેગા કાર્યકરોના જૂથ સાથે નવી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું અને અહીં રાજભવનની બહાર પાંચ દિવસની ધરણા કરી હતી. ગયા વર્ષે માર્ચમાં બેનર્જીના નેતૃત્વમાં આવા જ બે દિવસીય ધરણા યોજાયા હતા. તૃણમૂલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ધરણા લોક્સભા ચૂંટણી પહેલા આ મુદ્દે ત્રીજો મોટો વિરોધ છે. સૂત્રોએ જણાવ્યું કે પશ્ર્ચિમ બંગાળનું બજેટ સત્ર ૫ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ત્યાં સુધી વિરોધ ચાલુ રહેવાની શક્યતા છે.-