મનપસંદ વાહન નંબર સીરીઝ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

  • પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો https:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓક્શન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે રીઓકશન ટુવ્હીલર જી.જે.07.ઇ.આર(ER), ફોર વ્હીલર જી.જે.07.ડીજી (ઉૠ) તથા થ્રીવ્હીલર જી.જે.07.એ.યુ (AU)અને ટ્રાન્સપોર્ટ જી.જે.07.ટીયુ (TU) અન્ય વ્હીકલ (ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ) જી.જે.07.સીડી (CD) તા.17-09-2024 થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી https;parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.

જે માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓમાથી એપ્રૂવલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર સીરિઝ GJ07-ER નું ઓનલાઈન રીઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ07DGનું ઓનલાઈન રીઓકશન થશે. થ્રીવ્હીલર સીરિઝ GJ07AUનું ઓનલાઈન રીઓકશન થશે. ટ્રાન્સપોટ સીરિઝ GJ07TU નું ઓનલાઈન રીઓકશન થશે. અન્ય (ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ) જી.જે.07.સીડી (CD)નું ઓનલાઈન રીઓક્શન થશે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો તા.17-09-2024, બપોરે 04:00 કલાક થી તા.19-09-2024ને 03:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા.19-09-2024,બપોરે 04:00 કલાકથી 21-09-2024, બપોર 04:00 કલાક મુજબ રહેશે.

વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ.ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજીયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે 60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પદ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.