મોરવા(હ),મોરવા હડફ પાસે ના એક ગામમાંથી એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જનાવેલ કે એક મહિલા પીપળના ઝાડ પર ચડી ગયેલા છે. જેઓને નીચે ઉતારવા પ્રયત્ન કરી એ છીએ, પરતું તે નીચે આવતા નથી. જેથી મદદરૂપ બનવા જણાવતાં અભયમ ટીમ ગોધરાએ મનોરોગી મહીલાને સમજાવી નીચે ઊતર્યા હતા. જેને આશ્વાસન આપી પૂછતા તે અસ્પષ્ટ ભાષામાં જણાવતાં જેથી અભયમ દ્વારા આજુબાજુના ગામમાં તપાસ કરી તેની જાણકારી મેળવી પરિવારને શોધી મોડી રાત્રીએ તેમનાં પરિવારને સોંપ્યા હતાં.
મળતી માહિતી મુજબ 50 વર્ષની આજુબાજુના બે બાળકોની માતા એવા મહિલા કોઈ કારણસર યાદદાસ્તાં ઓછી થયેલ જેથી અવારનવાર ઘર માંથી બહાર નીકળી જતા આમ બે દિવસ થી તેઓ ઘરે થી નીકળી ગયેલા અને બીજા ગામે પહોચી ગયેલા. અંધારૂં થતાં તેઓ ઝાડ પર ચડી રડવા લાગેલ જેમાં એક વ્યક્તિનું ઘ્યાન જતા તેણે નીચે ઉતારવા પ્રયત્ન કરેલ પરતું તેઓ નીચે આવતા ના હોય અભયમનો સંપર્ક કરેલ.
અભયમ દ્વારા સ્થાનિક વ્યક્તિઓની મદદથી મહિલાને સમજાવી નીચે ઉતારવા સફળ બન્યા હતાં. તેનાં પરિવારની જાણકારી મેળવી રાતે તેમના પરિવારને સોંપ્યા હતા. તેઓને તેમની કાળજી લેવા અને કોઈ અંધશ્રધ્ધાનો સહારો લીધા સિવાય સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા માહિતી આપી હતી.