મનીષ સિસોદિયા પત્નીને મળી શકશે, દિલ્હી હાઈકોર્ટે રાહત આપી

નવીદિલ્હી, હાલમાં દિલ્હી એક્સાઈઝ પોલિસીના મામલામાં મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી હતી. દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને પોલીસ કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી છે.

દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી વચગાળાની રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે આવતીકાલ સાંજ સુધીમાં સિસોદિયાની પત્નીનો મેડિકલ રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે એવી શરત મૂકી છે કે વચગાળાના જામીન દરમિયાન મનીષ સિસોદિયા મીડિયા સાથે વાત નહીં કરે. તેઓ પરિવાર સિવાય કોઈની સાથે વાત કરશે નહીં. તેઓ મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરે. મનીષ સિસોદિયાએ પત્નીની તબિયતને ટાંકીને વચગાળાના જામીનની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટે તેમની વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.