નવીદિલ્હી, દિલ્હીનાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળી હતી. જેને લઈ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે. આ તરફ હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧ જૂન સુધી લંબાવી છે.
આપ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસ દ્વારા આજે તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાનું ગળું પકડીને દૂર લઈ જતાં જોવા મળતા કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે.
આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે. મનીષ સિસોદિયાના ગળાના ભાગે લઈ જવાના ફૂટેજ શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું, શું પોલીસને મનીષ જી સાથે આ રીતે ગેરવર્તન કરવાનો અધિકાર છે? શું ઉપરથી પોલીસને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આપ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧ જૂન સુધી લંબાવી છે. આ સાથે જેલ સત્તાવાળાઓને અભ્યાસના હેતુ માટે ખુરશી અને ટેબલ પ્રદાન કરવાની તેમની વિનંતી પર વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.