નવીદિલ્હી, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હજુ સુધી જામીન મળી શક્યા નથી. જો કે તેને કોર્ટમાંથી જામીન મળ્યા નથી પરંતુ તેને વધુ એક મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને કસ્ટોડિયલ પેરોલ પર અઠવાડિયામાં એકવાર તેની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. આ દરમિયાન તે ડોક્ટરને પણ મળશે. કોર્ટે કહ્યું છે કે મનીષ સિસોદિયાને આગામી આદેશો સુધી આ સુવિધા મળતી રહેશે.
મનીષ સિસોદિયાએ કોર્ટમાં કરેલી અરજીમાં અઠવાડિયામાં બે વાર પત્નીને મળવાની પરવાનગી માંગી હતી. જો કે, કોર્ટે તેમને આગામી આદેશ સુધી અઠવાડિયામાં માત્ર એક જ વાર મળવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું છે કે કોર્ટના આગામી આદેશ સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. કોર્ટે મનીષ સિસોદિયાની નિયમિત જામીન સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે નક્કી કરી છે.