મણિપુર પર વડાપ્રધાન કેમ ચૂપ છે? અમને સ્પષ્ટતાની જરૂર છે! કેસી વેણુગોપાલ

  • કોંગ્રેસ મણિપુરના લોકો સાથે છે’; ખડગે-વેણુગોપાલે પૂર્વોત્તરના પક્ષના નેતાઓ સાથે મંથન કર્યું.

નવીદિલ્હી, મણિપુરમાં હિંસા અવિરત ચાલુ છે. દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં એઆઇસીસી મુખ્યાલયમાં એક વિશાળ બેઠક યોજી હતી. જેમાં પૂર્વોત્તર રાજ્યોના કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. તે જ સમયે, બેઠક પછી, કોંગ્રેસના મહાસચિવ-સંગઠન કેસી વેણુગોપાલે પણ મણિપુર હિંસા પર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની મણિપુર મુલાકાત બાદ આ બેઠક થઈ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં એઆઇસીસી મુખ્યાલયમાં પૂર્વોત્તર રાજ્યોના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વોત્તરના પાર્ટી નેતાઓ સાથેની વાતચીતની માહિતી આપી હતી. આ સાથે તેમણે મણિપુરને લઈને પીએમના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ મણિપુરના લોકો સાથે એક્તામાં ઉભી છે. વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના નેતૃત્વમાં સમગ્ર ઉત્તર પૂર્વમાંથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ મણિપુરની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મણિપુરના લોકો માટે તેમના સમર્થન અને સહાનુભૂતિને પણ રેખાંક્તિ કરી. સમગ્ર કોંગ્રેસ પાર્ટી તેમની સાથે એક્તામાં ઉભી છે. પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મણિપુર પર વડાપ્રધાન કેમ ચૂપ છે? અમને સ્પષ્ટતાની જરૂર છે!

આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે પણ વિપક્ષી એક્તાની ચાલી રહેલી કવાયત પર નિવેદન આપ્યું હતું. તેમણે બેંગલુરુમાં યોજાનારી વિપક્ષની બેઠકને પટના બેઠકની સાર્થક સિલસિલો ગણાવી. અગાઉ, એવા અહેવાલ હતા કે કોંગ્રેસ ૧૫ જુલાઈએ ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ અને વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે વિચારણા કરશે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષસોનિયા ગાંધી કરશે.