મણિપુરના આદિવાસી જૂથોએ કેન્દ્ર સરકારને ધમકી આપી

  • છેલ્લા ત્રણ દિવસમાં ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત નહીં કરાય તો અચોક્કસ મુદ્દતનો બંધ શરૂ કરાશે

ઇમ્ફાલ, મણિપુરના કાંગપોકપીમાં આદિવાસી સંગઠન ’કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી’એ કેન્દ્ર સરકારને ધમકી આપી હતી. સમિતિએ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત નહીં કરે તો જિલ્લામાં અચોક્કસ મુદ્દતનો બંધ શરૂ કરવામાં આવશે. સમિતિએ ૨ મણિપુરી વિદ્યાર્થીઓની હત્યામાં સીબીઆઈ દ્વારા ૪ આરોપીઓની ધરપકડની પણ નિંદા કરી હતી.

કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (સીઓટીયુ)એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ’કમિટી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપે છે. આ સમય દરમિયાન, ગૃહ મંત્રાલયે તેની કેન્દ્રીય એજન્સીઓને તમામ ધરપકડ કરાયેલા આદિવાસીઓને તાત્કાલિક મુક્ત કરવા અને મેઇતેઇ ગુનેગારોની તપાસ શરૂ કરવા નિર્દેશ આપવો જોઈએ. સીઓટીયુનું આ અલ્ટીમેટમ સીબીઆઇ દ્વારા ૪ આરોપીઓની અને દ્ગૈંછ દ્વારા સેમીનલુન ગંગટેની ધરપકડના વિરોધમાં આવ્યું છે. અગાઉ, મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં કાર્યરત આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ આ જ મુદ્દે રવિવારે અનિશ્ર્ચિત બંધનું એલાન કર્યું હતું. સીઓટીયુએ પણ ગંગટેની ધરપકડની નિંદા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પક્ષપાતી વલણનો સ્પષ્ટ સંકેત છે.

મણિપુરમાં વર્તમાન વંશીય અશાંતિનો લાભ લઈને ભારત સરકાર સામે યુદ્ધ છેડવાના આરોપમાં એનઆઇએ દ્વારા ગંગટેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ગંગટે બાંગ્લાદેશ અને મ્યાનમાર સ્થિત આતંકવાદી સંગઠનોના નેતૃત્વ દ્વારા તેની યોજનાઓને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ હતો. જૂનમાં ક્વોક્તા કાર બોમ્બ વિસ્ફોટના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

સીઓટીયુએ પોલીસ સ્ટેશનોમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટનારાઓની ધરપકડ કરવાની અને મે મહિનામાં બે મહિલાઓની નગ્ન પરેડ કરનારાઓને કડક સજા કરવાની પણ માંગ કરી હતી. જુલાઈમાં મણિપુર પોલીસે બે મહિલાઓને નગ્ન પરેડ કરવા બદલ સાતથી વધુ લોકોની ધરપકડ કરી હતી. ૨૨ સપ્ટેમ્બરે દ્ગૈંછએ અન્ય એક કેસમાં ઇમ્ફાલમાંથી મોઇરાંગથેમ આનંદ સિંહની ધરપકડ કરી હતી.

મણિપુર પોલીસે પોલીસ શાગારમાંથી લૂંટેલા શસ્ત્રો રાખવા બદલ ચાર અન્ય લોકો સાથે સિંહની ધરપકડ કરી હતી. પાંચેય લોકોને જામીન મળી ગયા હોવા છતાં એનઆઇએએ ફરી મોઇરાંગથેમ આનંદ સિંહની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મોઇરાંગથેમ આનંદ સિંહને દિલ્હી લાવવામાં આવ્યા છે અને તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં, મણિપુરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ શાળાઓને ૫ ઓક્ટોબર સુધી અથવા આગળની સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.