ઈમ્ફાલ: દેશના ઉતરપુર્વના હિંસામાં હોમાયેલા રાજય મણીપુરમાં બે કુકી સમુદાયની મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાની 78 દિવસ બાદ આવેલી ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાંજ આ ઘટનાની ફરિયાદના બે દિવસ પુર્વે જ બે જ પોલીસ સ્ટેશનમાં બે મહિલાના પર સામુહિક બળાત્કાર તથા હત્યાની નોંધાયેલી ફરિયાદમાં કોઈ પોલીસ તપાસ થઈ નહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગઈકાલે જ મણીપુરના મુખ્યમંત્રી એ પ્રથમ ઘટના પર પ્રતિભાવ આપતા આ પ્રકારની 100 ઘટનાઓ બની છે
તેવું જણાવ્યું હતું અને તેમના શબ્દો સાચા પડતા હોય કે તેઓને આ તમામ ઘટનાઓની જાણકારી હોય તેવા અહેવાલમાં તા.16 મે ના રોજ બે યુવા કુકી સમુદાયની મહિલાઓ જે 21 તથા 24 વર્ષની દર્શાવાઈ હતી. તેના અંગે તેના માતાએ કાંગપોલી જીલ્લાના સૈકુલ પોલીસ સ્ટેશનમાં અપહરણ-બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી અને આ ઝીરોનંબર પરની એફઆઈઆર એક માસ બાદ ઈમ્ફાલ પુર્વેના સંબંધીત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને બે માસ સુધી કોઈ તપાસ થઈ નથી અને આ મહિલાઓના કુટુંબને જણાવ્યું કે તપાસમાં કોઈ માહિતી મળશે તો તેમને જણાવાશે અને હજુ તેમાં કોઈની ધરપકડ થઈ નથી.
આ બન્ને મહિલાઓ એક કાર-વોશ ગેરેજમાં નોકરી કરતી હતી અને તેમના પર અજાણ્યા લોકોએ દુષ્કર્મ કરી તેની ઘાતકી હત્યા કરી હતી. ઉપરાંત મૃતદેહના પોષ્ટમોર્ટમ રીપોર્ટ પણ કુટુંબીજનોને અપાયા ન હતા. બન્ને મહિલાઓ એક જ ગામમાં એક જ સાથે રહેલી હતી અને એક જ કાર-વોર ગેરેજમાં નોકરી કરતી હતી. છેલ્લે તેનો 5 મે ના રોજ કોન્ટેકટ હતો. આ બન્નેને એક હોલમાં પુરી થઈ હોવાનું એક ટોળાના લોકોને જણાવ્યું હતું. સાંજે 7.10 આ ઘટના બન્યા બાદ આ બે મહિલાઓના મૃતદેહ પણ લાંબા સમય પછી મળ્યા હતા.
મણીપુરમાં મહિલાઓ સાથે બર્બરતાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તો હવે પાટનગર ઈમ્ફાલમાં મુખ્યમંત્રી એન.બિરેનસિંઘના રાજીનામાની માંગ કરતા દેખાવો ગઈકાલે થયા હતા. રાજયમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલુ છે તે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી એન.બિરેનસિંઘના રાજીનામાની માંગ સાથેના પ્લેકાર્ડ બેનર સાથે અનેક જૂથોએ દેખાવો યોજયા હતા.