મણિપુરમાં સ્કૂલ બસ પલટી:૧૫ વિદ્યાર્થીઓના મોત, ૨૨ હોસ્પિટલમાં દાખલ; સ્ટડી ટૂર પર જઈ રહ્યા હતા

ઇમ્ફાલ,

મણિપુરના નોની જિલ્લામાં બુધવારે પ્રવાસ પર જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૫ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી. તે ખાપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, ૨૨ વિદ્યાર્થીઓને ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

રિપોર્ટ્સ પ્રામાણે બસમાં ૩૬ વિદ્યાર્થી સહિત ઘણા ટીચર્સ પણ હતા. સ્ટડી ટૂર પર જતી વખતે બસ ઓલ્ડ કછાર રોડ પર પલટી ગઈ હતી.ય મૃતકોમાં ૫ વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. જાણકારી પ્રમાણે આ ઘટના સવારે ૧૧:૩૦ વાગે બની હતી. આ અકસ્માતની સૂટના મળતાં જ પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે અમુક રિપોર્ટ્સમાં બે બસનો અકસ્માત થઈ હોવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવ્યું છે.