અમદાવાદ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપી સેન્ટરમાં બની હતી. આજે રાજ્યની બે સીટો ઇનર મણિપુર અને આઉટર મણિપુર પર મતદાન થયું છે જણાવી દઈએ કે બીજા તબક્કામાં આઉટર મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર ૨૬ એપ્રિલે પણ મતદાન થશે. અહીં હિંસાખોરોએ ઈવીએમ પણ તોડી દેવાની ઘટના સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ તંગદિલિના માહોલ વચ્ચે પણ અહીં સારું એવું મતદાન જોવા મળ્યું છે.