મણિપુરમાં હવે બાળકોના હાથમાં હથિયાર, કુકી ટ્રેનિંગ કેમ્પ ચલાવે છ

મણિપુરમાં હિંસા રોકવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક ચિંતાજનક વીડિયો સામે આવ્યો છે. મ્યાનમારની સરહદે આવેલા રાજ્યના પર્વતીય વિસ્તારોમાં કુકી દ્વારા આદિવાસી સમુદાયનાં બાળકોને હથિયારો ચલાવવાની તાલીમ અપાઈ રહી છે. ટ્રેનિંગમાં મ્યાનમારના વિદ્રોહી મદદ કરી રહ્યા છે. વીડિયોમાં સામે આવ્યું છે કે 12થી 15 વર્ષની વયનાં બાળકો બંદૂકો દ્વારા ટ્રેન્ડ આર્મ્સ ટ્રેનરથી નિશાન લગાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ ટ્રેનિંગનો કેમ્પ જુલાઇ મહિના દરમિયાન મારહ વિસ્તારની નજીકના પહાડી ક્ષેત્રમાં ચાલી રહ્યો હતો. અન્ય કેટલાક પહાડી વિસ્તારોમાં પણ આ પ્રકારના કેમ્પ ચાલતા હતા.

સુરક્ષાદળો પાસેથી લૂંટાયેલાં હથિયારો બાળકોને આપવામાં આવ્યાં છે. કેટલાક વીડિયોમાં બાળકો તે હથિયારો સાથે લાઇનમાં કૂચ કરતા જોવા મળ્યાં હતાં. અન્ય વીડિયોમાં આદિવાસી યુવાનો અત્યાધુનિક શસ્ત્રો સાથે લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા.