નવીદિલ્હી, ઉતરપ્રદેશ રાજય મણીપુરમાં સતત ચાલી રહેલી હિંસા મુદે સુપ્રીમકોર્ટમાં થયેલી રીટમાં આજે સર્વોચ્ચ અદાલતે રાજયમાં હિંસા ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ નહી કરવા તાકીદ કરી હતી. મણીપુર અંગે જનહિત અરજીઓ થઈ રહી છે તે સમયે રાજયમાં ઈન્ટરનેટ સેવા પુન: બહાલ કરવા મણીપુર હાઈકોર્ટના આદેશ સામે પણ સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અમો કાનૂન વ્યવસ્થા તંત્રને અમારા હાથમાં લઈ શકીએ નહી.
રાજય સરકારે મણીપુરના હાઈકોર્ટના આદેશને પડકારતા કહ્યું કે રાજયમાં સ્થિતિ વારંવાર બદલાઈ રહી છે તેની ઈન્ટરનેટ પુન: સ્થાપીત કરવાના આદેશનો અમલ મુશ્કેલ બની શકે છે. સોલીસીટર જનરલ તુષાર મહેતા સુપ્રીમમાં પહોંચી ગયા હતા અને તેઓએ હાઈકોર્ટના આદેશ સાથેની અરજીનો ઉલ્લેખ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે આ અગાઉ રાજયમાં પોલીસ સ્ટેશનમાંથી હથિયાર લુટવા સહિતની ઘટનાઓ પર પણ રીપોર્ટ માંગ્યો હતો અને હવે કાલે સમગ્ર મુદે સુનાવણી કરશે. કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ મણીપુર સરકારનું છે અમો તે હાથમાં લઈ શકશે નહી. રાજયમાં હિંસાના કારણે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે.