- કુકી સમુદાયા મોટાભાગના લોકો ઈમ્ફાલ અને આસપાસના ખીણ વિસ્તાર છોડીને પહાડો તરફ ભાગી ગયા
નવીદિલ્હી,
મણિપુરમાં હજુ પણ હિંસાત્મક ઘટનાઓ જોવા મળી રહી છે, ત્યારે હિંસાને લઈ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ મણિપુરમાં જાતિય હિંસાનો સામનો કરી રહેલા પીડિતોમાં બે-તૃતીયાંશ લોકો કુકી સમુદાયના છે, ધ ટેલીગ્રાફે સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે, મણિપુરમાં ગત ત્રીજી મેથી હિંસાઓ શરૂ થઈ હતી. આ હિંસામાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૮૧ લોકોના મોત થયા છે, જેમાંથી ૧૧૩ લોકો કુકી સમુદાયના છે અને ૬૫ લોકો મૈતેઈ સમુદાયના છે. એજન્સી દ્વારા સમીક્ષા કરાયેલા નવા સરકારી આંકડા મુજબ હિંસામાં કુકી સમુદાયને વધુ નુક્સાન થયું છે. આંકડાઓ મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧૮૧ છે, જેમાં ૧૧૩ કુકી અને ૬૨ મૈતેઈ સમુદાયના લોકો સામેલ છે. મે મહિનામાં શરૂઆતમાં હિંસાના પ્રથમ સપ્તાહમાં ૭૭ કુકી લોકોના જ્યારે ૧૦ મૈતેઈ લોકોના મોત થયા હતા.
સરકારી અંદાજ મુજબ રાજ્યના શાગારમાંથી રાઈફલ, બંદૂક અને પિસ્તોલ સહિત ૨૭૮૦ હથિયારો ચોરાયા છે, જે મૈતેઈ લોકો પાસે છે, જ્યારે કુકી સમુદાયના લોકો પાસે ૧૫૬ હથિયારો છે… ઉલ્લેખનિય છે કે, મ્યાંમાર સીમાને અડીને આવેલા મણિપુરમાં ૩૨ લાખની વસ્તી છે, જે ભારતની સૌથી નાનાં રાજ્યમાંથી એક છે. મણિપુરમાં કુકી સમુદાયની વસ્તી ૧૬ ટકા છે, જ્યારે મૈતેઈ સમુદાયની ૫૩ ટકા વસ્તી છે… કુકી સમુદાયા મોટાભાગના લોકો મૈતેઈ પ્રભુત્વવાળી રાજધાની ઈમ્ફાલ અને આસપાસના ખીણ વિસ્તાર છોડીને પહાડો તરફ ભાગી ગયા છે.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની ૫૩ ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી ૪૦ ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા મણિપુરમાં ૨ મહિલાઓને નિર્વ કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના ૪ મેએ બની હતી. ૧૦૦૦ સશ હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો… ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના ૨ પુરુષ અને ૩ મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા… ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા… ૫૬ વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવ કરી પરેડ કરાવવામાં આવી… યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું… તેના ૧૯ વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ… બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.