મણિપુર ભાજપ સરકારનો ડખો દિલ્હી દરબારમાં પહોંચ્યો, ૩ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા

  • આંતરિક વિવાદના કારણે તત્કાલિન સહયોગી નેશનલ પીપુલ્સ પાર્ટીએ ભાજપ સરકારે સાઈડમાં રહેવાનું શરુ કરી દીધું.

નવીદિલ્હી,મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોમાં અસંતોષ વધી રહ્યો છે. હવે ત્રીજા ભાજપના ધારાસભ્ય પી બ્રોજેન સિંહે અસંતોષના સૂર બુલંદ કર્યા છે. તેમણે મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાની યાદીમાં આ ત્રીજા ધારાસભ્ય છે. તે વાંગઝિંગ તેંથા વિધાનસભા વિસ્તારથી ચૂંટણી જીતીને આવે છે. મુખ્યમંત્રી બીરેન સિંહને સંબોધિત એક પત્રમાં તેમણે રાજીનામાનું કારણ વ્યક્તિગત જણાવ્યું છે.

છેલ્લા એક અઠવાડીયાની અંદર ત્રીજૂ રાજીનામું છે. આ અગાઉ ૧૩ એપ્રિલે ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહે મુખ્યમંત્રીના સલાહકારના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેના ઠીક ચાર દિવસ બાદ કરમ શ્યામે પણ મણિપુર પર્યટન નિગમના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બંનેએ પોત-પોતાના પદ પરથી રાજીનામા પાછળ જવાબદારીઓને અભાવ હોવાનો હવાલો આપ્યો છે.

કહેવાય છે કે, ભાજપના કેટલાય ધારાસભ્ય કથિત રીતે હાઈકમાન્ડને પોતાની ફરિયાદ આપવા માટે દિલ્હીમાં અડ્ડો જમાઈને બેઠા છે. આ ત્રણેય ધારાસભ્યો તેમાં સામેલ છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને મણિપુર ભાજપમાં હડકંપ મચેલો છે. આંતરિક વિવાદ માટે પાર્ટીની રાજ્ય કમિટીએ શુક્રવારે એક હાઈ લેવલ બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા આ બેઠકમાં સામેલ થઈ શકે છે, કારણ કે તેઓ મણિપુરના પ્રભારી પણ છે.

મણિપુરમાં બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારનો આ બીજો કાર્યકાળ છે. કહેવાય છે કે, સીએમ બીરેન સિંહથી પાર્ટીના ધારાસભ્ય ખુશ નજર નથી આવી રહ્યા. પહેલા કાર્યકાળમાં પણ તેમના કેબિનેટ સહયોગીઓએ કેટલાય પ્રકારના સવાલ ઊભા કર્યા હતા અને સીએમની ખૂબ ટીકા કરી રહ્યા હતા. વર્ષ ૨૦૨૦માં બીરેને પોતાના ઉપમુખ્યમંત્રી વાઈ જોયકુમાર સિંહે પણ તમામ વિભાગોને પરત લઈ લીધા હતા. આ આંતરિક વિવાદના કારણે તત્કાલિન સહયોગી નેશનલ પીપુલ્સ પાર્ટીએ ભાજપ સરકારે સાઈડમાં રહેવાનું શરુ કરી દીધું હતું. જો કે, અંતિમ સમયે સંકટ ટળી ગયું હતું.