બિહારમાંથી હાલમાં મણિપુર જેવી ઘટના સામે આવી છે. અમે આપને આ વીડિયો બતાવી શકતા નથી, કારણ કે આ વીડિયોએ ફરી એક વાર લોકોને શરમજનક સ્થિતિમાં મુકી દીધા છે. એક યુવતી લોકગાયક સાથે રુમમાં કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. તેમનો સંબંધ સામાજિક રીતે સ્વીકાર્ય નહોતો. પણ સમાજે તેમનો જીવવાનો હક છીનવી લીધો. લોક ગાયક એકદમ નગ્ન હતો. તેને રુમમાંથી આવી જ હાલતમાં બહાર કાઢવામાં આવ્યો. બીજી તરફ યુવતીના શરીર પર છાતીના ભાગે અંડરગારમેન્ટ હતા, જેને એક શખ્સ ખેંચીને ફાડી નાખે છે. જ્યારે બીજો શખ્સ તેનો વીડિયોગ્રાફી કરી રહ્યો છે. બેગૂસરાય જિલ્લાના આ ઘટનામાં પોલીસની એક્શન ત્યારે શરુ થઈ જ્યારે યુવતીની આબરુ લુંટાઈ ગઈ અને આખી દુનિયાએ આ વીડિયો જોયો.
આ ઘટના બેગૂસરાય જિલ્લાના તેઘડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. વાયરલ વીડિયોમાં લોક ગાયક કપડા પહેરવાનો પ્રયાસ કરતો દેખાય છે. જ્યારે યુવતી પહેલા ફક્ત એક માત્ર શરીર પર રહેલું કપડું બચાવવાની કોશિશ કરી દેખાય છે. ચાર લોકો મળીને તેને નગ્ન કરી વીડિયો બનાવી રહ્યા છે. વીડિયો ચારેય અડધા અડધા દેખાય છે પણ યુવતીના શરીરને બતાવતા યુવકનો ચહેરો સામે નથી આવ્યો. લોકગાયકની મારી રહ્યા છે. જ્યારે યુવતીના કપડા ઉતાર્યા બાદ વીડિયો બનાવવા દરમ્યાન પ્રાઈવેટ પાર્ટ છુપાવવાનો પ્રયાસ કરવા પર વાળ ખેંચીને મારવા લાગે છે.
તેઘડા SDPOએ જણાવ્યું કે, તેની તપાસ થઈ રહી છે. આ વીડિયો ગુરુવાર રાત તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. આધેડ કીર્તન ભજન કરનારો લોકગાયક છે, જે હારમોનિયમ પણ શિખવાડે છે. યુવતી તેની પાડોશી છે. બંને વચ્ચે એક પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ગુરુવારની રાતે ગામના લોકોએ બંનેને વાંધાજનક હાલતમાં પકડી પાડ્યા હતા અને તેમની સાથે મારપીટ ઉપરાંત અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો. આ મામલામાં ગંભીરતાથી તપાસના આદેશ આપી દીધા છે.