સામાજિક કાર્યર્ક્તા મેધા પાટકરને સોમવારે કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે મેધા પાટકરને ૫ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કોર્ટે આ ચુકાદો ૨૩ વર્ષ જૂના અપરાધિક માનહાનિના કેસમાં આપ્યો છે. આ મામલો દિલ્હીના લેટનન્ટ ગવર્નર સાથે સંબંધિત છે.
૨૦૦૧માં દિલ્હીના લેટનન્ટ ગવર્નરે નર્મદા બચાવો આંદોલનની કાર્યર્ક્તા મેધા પાટકર વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરી હતી. તેમણે તેમની અરજીમાં જણાવ્યું હતું કે પાટકર દ્વારા તેમના પર ખોટા આક્ષેપો, વ્યંગાત્મક અભિવ્યક્તિઓ અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં થઈ હતી અને કોર્ટે સામાજિક કાર્યર્ક્તા મેધા પાટકરને દોષિત ઠેરવ્યા હતા.
આ કેસ પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું હતું કે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સાબિત થયું છે કે મેધા પાટકરે માત્ર પોતાની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડવા માટે ખોટા આરોપો લગાવ્યા હતા. સાકેત કોર્ટે સામાજિક કાર્યકરને ૫ મહિનાની જેલ અને ૧૦ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. મેધા પાટકર વીકે સક્સેનાને વળતર તરીકે ૧૦ લાખ રૂપિયા આપશે.જોકે મેઘા પાટકરે જણાવ્યું હતુ કે તેઓ આ નિર્ણયને પડકારશે