માનહાનિ મામલે સીએમ અશોક ગેહલોતને સમન્સ, ગજેન્દ્ર શેખાવતે અરજી કરી હતી

નવીદિલ્હી, દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટએ માનહાનિ મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. કોર્ટએ ૭ ઓગસ્ટના રોજ તેમને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. માનહાનિનો આ કેસ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત તરફથી કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, ફેબ્રુઆરી ૨૦૨૩માં સીએમ અશોક ગેહલોતએ ટ્વિટ કરીને ગજેન્દ્ર સિંહ શેખાવતને સજીવની કૌભાંડના આરોપી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એસઓજીની તપાસમાં સંજીવની કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ અન્ય આરોપીઓની જેમ જ ગજેન્દ્ર સિંહ શેખાવતનો ગુનો પણ પ્રમાણિત થયો છે. ત્યારબાદ ગજેન્દ્ર શેખાવતે દિલ્હી કોર્ટમાં તેમને બદનામ કરવાનો આરોપ લગાવીને સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ અપ્રાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુરુવારે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે આ કેસને લઈને સુનાવણી કરી હતી. ત્યારબાદ કોર્ટે સીએમ અશોક ગેહલોતને સમન્સ પાઠવીને આગામી ૭ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

રાજસ્થાનમાં લગભગ ૧,૪૬,૯૯૩ રોકાણકારોએ સંજીવની ક્રેડિટ કૉ-ઓપરેટિવ સોસાયટીમાં ૯૫૩ કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. જેનો કૉ-ઓપરેટિવ સોસાયટીએ દુરુપયોગ કર્યો હતો. આ કૌભાંડના મુખ્ય આરોપી વિક્રમ સિંહ ઇન્દ્રોઈ સહીત અનેક આરોપીઓની ર્જીંય્ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં સંજીવની ક્રેડીટ કૉ-ઓપરેટીવ સોસાયટીઈ ૨૧૧ શાખાઓ ખોલી રાખી હતી જયારે ગુજરાતમાં તેની લગભગ ૨૬ શાખાઓ જુદા જુદા સ્થળોએ ખોલી રાખવામાં આવી હતી.